Rajasthan

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઉત્તર ભારતના રાજસ્થાનમાં સૌથી વધુ જાેવા મળી

જયપુર
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઉત્તર ભારતના રાજસ્થાનમાં સૌથી વધુ જાેવા મળી રહી છે. ગુજરાતને અડીને આવેલા દરિયાઈ વિસ્તારોમાં સર્જાયેલા ચક્રવાતને કારણે પવનો દક્ષિણ રાજસ્થાન તરફ આગળ વધવા લાગ્યા છે. જેના કારણે રાજસ્થાનમાં ફરી એકવાર હવામાન બદલાયું છે. અને પાકિસ્તાનથી આવેલા વાવાઝોડાએ રાજસ્થાનનું હવામાન બગાડ્યું છે. આ સાથે જ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદના પગલે વાતાવરણ ફરી એકવાર ખુશનુમા બની ગયું છે. જયપુર, ઉદયપુર અને અજમેર ડિવિઝનના કેટલાક જિલ્લાઓમાં વાદળછાયા વાતાવરણને કારણે લોકોને આકરી ગરમીથી રાહત મળી છે. હિમાલયમાંથી આવેલા વરસાદની સાથે ધૂળના વાદળો પણ ઉછળ્યા હતા. જયપુરમાં ફૂંકાતા આ ધૂળિયા પવન સાથે વાદળો છવાતા વાતાવરણ ખુશનુમા રહ્યું હતું. હવામાન વિભાગે જણાવ્યું છે કે ૨૪ કલાક હવામાન સૂકું રહેશે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન સામાન્ય રહ્યું હતું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમની રચના પછી, જયપુર, જેસલમેર, બિકાનેર, ચુરુ, જાેધપુર અને ગંગાનગર સહિતના કેટલાક જિલ્લાઓમાં દિવસના મહત્તમ તાપમાનમાં ઘટાડો જાેવા મળ્યો હતો, ત્યારબાદ લોકોએ ગરમીથી રાહતનો શ્વાસ લીધો છે. મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી સેલ્સિયસથી નીચે રહેવાથી હવામાન ભેજવાળું રહ્યું હતું. હવામાનશાસ્ત્રીના જણાવ્યા અનુસાર આગામી ચાર દિવસ સુધી હવામાન સૂકું રહેવાની શક્યતા છે. રાજ્યમાં ગરમીની સૌથી વધુ અસર કોટા અને બાંસવાડા જિલ્લામાં જાેવા મળી છે. કોટા અને બાંસવાડા સિવાય અન્ય જિલ્લાઓમાં તાપમાન સામાન્ય રહ્યું છે. બીજી તરફ, આ બે જિલ્લાઓની વાત કરીએ તો, કોટામાં મહત્તમ તાપમાન ૪૦.૪ હતું, જ્યારે બાંસવાડામાં, પારો ૪૦.૨ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન ગંગાનગર જિલ્લામાં નોંધાયું હતું. ગંગાનગરનું લઘુત્તમ તાપમાન ૧૯.૩ ડિગ્રી સેલ્સિયસ હતું.

File-01-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *