Rajasthan

કોટામાં અભ્યાસના દબાણમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાનો વધતા દરને લઈને સરકાર ચિંતિત

રાજસ્થાન
રાજસ્થાનના કોટામાં અભ્યાસના દબાણમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાનો દર સતત વધી રહ્યો છે. કોટામાં રવિવારે માત્ર ૪ કલાકના અંતરાલ સાથે વધુ બે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી છે. એકંદરે, આ વર્ષે કોટામાં આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધીને ૨૨ થઈ ગઈ છે. હવે ગેહલોત સરકાર આને ગંભીરતાથી લઈ રહી છે. એટલા માટે હવે કોટામાં દરેક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ બુધવારે ‘અડધો દિવસ અભ્યાસ, હાફ ડે ફન’ પ્રોગ્રામ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ કરશે. અધિકારીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર, આ સિવાય કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ એવા વિદ્યાર્થીઓની પણ ઓળખ કરશે કે જેઓ આત્મહત્યાનો પ્રયાસ કરી શકે છે અને તેમની ઓળખ બાદ તેમને મનોવૈજ્ઞાનિક સલાહ પણ આપવામાં આવશે. આ પગલાં વિદ્યાર્થીઓની આત્મહત્યાને નિયંત્રિત કરી શકે છે. આ સમગ્ર મામલે સોમવારે મહત્વની બેઠક મળી હતી, જેમાં શહેરના તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. ત્યારે કોચિંગ સંસ્થાઓ અને હોસ્ટેલ એસોસિએશનના પ્રતિનિધિઓએ પણ વીડિયો કોન્ફરન્સ દ્વારા આ બેઠકમાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓના વધતા આત્મહત્યાના મામલામાં સીએમ અશોક ગેહલોતે એક કમિટીની રચના કરી છે, જેના અધ્યક્ષ પ્રિન્સિપલ સેક્રેટરી ભવાની સિંહ દેધાને બનાવવામાં આવ્યા છે. તેમની અધ્યક્ષતામાં આ મહત્વની બેઠક યોજાઈ હતી. આ સમિતિ ટૂંક સમયમાં કોટાની મુલાકાત લેશે અને અન્ય પાસાઓને પણ સમજવાનો પ્રયાસ કરશે. સોમવારે મળેલી બેઠકમાં અન્ય ર્નિણયો પણ લેવામાં આવ્યા છે. આમાં સૌથી અગત્યનું છે વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ ઓછો કરવો. આ માટે વિષય નિષ્ણાતો સાથે પણ વાત કરવામાં આવશે. કોટા જિલ્લા કલેક્ટર ઓપી બંકર, પોલીસ અધિક્ષક શરદ ચૌધરી, અધિક કલેક્ટર રાજકુમાર સિંહ અને અધિક પોલીસ અધિક્ષક ભગવત સિંહ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. તમને જણાવી દઈએ કે દેશભરમાંથી ઘણા વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ એન્ટ્રન્સ એક્ઝામ ત્નઈઈ અને મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામ દ્ગઈઈ્‌ જેવી સૌથી મુશ્કેલ પરીક્ષાઓની તૈયારી કરવા માટે કોટા આવે છે. પરંતુ, અભ્યાસના દબાણ હેઠળ દર વર્ષે ઘણા બાળકો આત્મહત્યા કરે છે. ગયા વર્ષે આ આંકડો ૧૫ હતો જે આ વર્ષે અત્યાર સુધીમાં ૨૨ પર પહોંચી ગયો છે.

File-01-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *