Rajasthan

રાજસ્થાન સરકાર ઇન્દિરા ગાંધી સ્માર્ટફોન યોજના હેઠળ રાજ્યની મહિલાઓને મફતમાં સ્માર્ટફોન આપશે

જયપુર
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુરુવારે ઈન્દિરા ગાંધી સ્માર્ટ ફોન સ્કીમ લોન્ચ કરી હતી. આ યોજના હેઠળ રાજ્યની મહિલાઓને મફતમાં સ્માર્ટ ફોન આપવામાં આવશે. જાેકે, સીએમ ગેહલોતે ગયા વર્ષે જ આ યોજનાની જાહેરાત કરી હતી. પરંતુ ગઈકાલે તેનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ સ્થિતિમાં વિરોધ પક્ષો આ યોજનાને વોટ બેંકની રાજનીતિ ગણાવી રહ્યા છે. જાેકે, ગહેલત સરકારનું કહેવું છે કે આ યોજનાથી મહિલાઓનું સશક્તિકરણ થશે. ઈન્દિરા ગાંધી સ્માર્ટ ફોન સ્કીમ શું છે? જે જણાવીએ તો.. ઇન્દિરા ગાંધી સ્માર્ટ ફોન યોજના રાજસ્થાન સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક યોજના છે, જેના દ્વારા ચિરંજીવી પરિવારની મહિલાઓને મફતમાં સ્માર્ટ ફોન આપવામાં આવશે. આ યોજના હેઠળ કુલ ૧.૩ કરોડ મહિલાઓને મફતમાં સ્માર્ટ ફોનનું વિતરણ કરવામાં આવશે. આ સાથે તેમને ત્રણ વર્ષ માટે ફ્રી ડેટા અને કોલિંગની સુવિધા પણ મળશે. ખાસ વાત એ છે કે દર મહિને મહિલાઓને ૫ જીબી ઇન્ટરનેટ ડેટા ફ્રીમાં મળશે. પ્રથમ તબક્કામાં આ પરિવારોને લાભ મળશે જે જણાવીએ તો.. પ્રથમ તબક્કામાં માત્ર ૪૦ લાખ મહિલાઓને મફતમાં સ્માર્ટ ફોન આપવામાં આવશે. આ માટે ચિરંજીવી પરિવારોની પસંદગી કરવામાં આવશે. ખાસ વાત એ છે કે આ યોજનાને લોકો સુધી સુલભ બનાવવા માટે કેમ્પ લગાવીને સ્માર્ટ ફોનનું વિતરણ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં ચિરંજીવી પરિવારોની ૧૦મા અને ૧૨મા ધોરણની વિદ્યાર્થીનીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય પ્રથમ તબક્કામાં વિધવા મહિલાઓને સ્માર્ટફોન આપવામાં આવશે. આયોજનનો નિયમ શું છે? જે જણાવીએ તો.. આ સાથે જ સરકારી ૈં્‌ૈં અને પોલીટેકનિક કોલેજાેમાં અભ્યાસ કરતી યુવતીઓને પણ આ યોજનામાં સામેલ કરવામાં આવી છે. જાે તમે સંસ્કૃત કોલેજમાં ભણતા હોવ તો પણ તમને આ યોજનાનો લાભ મળશે. આ સાથે મનરેગામાં ૧૦૦ દિવસ સુધી કામ કરતા પરિવારોની મહિલા વડાઓ પણ આ યોજના હેઠળ સ્માર્ટ ફોન મેળવવા માટે હકદાર છે. તેવી જ રીતે, ઇન્દિરા ગાંધી શહેરી રોજગાર યોજના હેઠળ ૫૦ દિવસ કામ કરતી ઘરની મહિલા વડાઓને સ્માર્ટ ફોનનું વિતરણ કરવામાં આવશે. મહિલાઓએ પહેલા રજીસ્ટ્રેશન કરાવવું પડશે આના વિષે જાે જણાવીએ તો.. આ યોજનાનો લાભ લેવા માટે મહિલાઓએ પહેલા રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ માટે સરકાર દ્વારા દરેક બ્લોકમાં કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. યોજના આવતા પહેલા પાત્રતા ધરાવતી મહિલાઓએ પોતાની સાથે પાનકાર્ડ , આધાર કાર્ડ લાવવાનો રહેશે. સાથે જ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ આઈડી કાર્ડ સાથે કેમ્પમાં આવવાનું રહેશે. જાે કોઈ મહિલા યોજના સંબંધિત વધુ માહિતી મેળવવા માંગે છે, તો તે જાહેર માહિતી પોર્ટલની મુલાકાત લઈ શકે છે. અથવા તમે ટોલ ફ્રી નંબર ૧૮૧ પર ફોન કરીને પણ માહિતી મેળવી શકો છો. આ સિવાય મહિલાઓ જાહેર માહિતી પોર્ટલ અને ઈ-મિત્ર પ્લસ મશીન દ્વારા પણ તેમની યોગ્યતા ચકાસી શકે છે. આ રીતે નોંધણી કરવાની રીત જણાવીએ તો, જાે તમે ઇચ્છો તો, તમે ઘરે બેસીને પણ સ્માર્ટ ફોન માટે નોંધણી કરાવી શકો છો. આ માટે તમારે સૌથી પહેલા રાજસ્થાન સરકારની સત્તાવાર વેબસાઇટ ટ્ઠિદ્ઘટ્ઠજંરટ્ઠહ.ર્ખ્તદૃ.ૈહ પર જવું પડશે. આ પછી તમારે ઈન્દિરા ગાંધી ફ્રી સ્માર્ટફોન સ્કીમ ૨૦૨૩ની લિંક પર ક્લિક કરવાનું રહેશે. તમે ક્લિક કરતા જ એક નવું પેજ ખુલશે. આ નવા પેજ પર તમારે તમારો આધાર કાર્ડ નંબર અને અન્ય મહત્વપૂર્ણ માહિતી ભરવાની રહેશે. શું વિદ્યાર્થીઓને મફત લેપટોપ આપવામાં આવે છે?… જે જણાવીએ તો.. દેશમાં આ પહેલી આવી યોજના નથી, જેના પર વિપક્ષોએ પ્રહારો કર્યા છે અને તેને લોકોને લોભાવતી યોજના ગણાવી છે. અત્યારે ઉત્તર પ્રદેશ, હરિયાણા અને મધ્યપ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં ફ્રી લેપટોપ સ્કીમ ચાલી રહી છે. આ યોજના હેઠળ ૧૦મા અને ૧૨માની પરીક્ષામાં વધુ માર્કસ મેળવનાર વિદ્યાર્થીઓને મફત લેપટોપ આપવામાં આવે છે.

File-01-Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *