Rajasthan

રાજસ્થાન બોર્ડર પરથી ઈન્ટેલીજન્સે ૪ કરી ધરપકડ, ૪ એ લોકો છેપાકિસ્તાની જાસૂસો

જયપુર
રાજસ્થાનની બાડમેર બોર્ડર પર ફરી એકવાર પાકિસ્તાનની નાપાક હરકત બહાર આવી છે.પાકિસ્તાન માટે જાસુસી કરવા માટે ચાર પાકિસ્તાની જાસુસોની ઈન્ટેલીજન્સે ધરપકડ કરી છે. આ અંગેની વિગત મુજબ રાજસ્થાનનાં સરહદી જીલ્લા બાડમેરમાં ફરી એકવાર પાકિસ્તાનની નાપાક કોશીશ બહાર આવી છે. બાડમેરથી પાકિસ્તાન માટે જાસુસી કરવાના આરોપમાં ચાર પાકિસ્તાની જાસુસોની ધરપકડ કરાઈ છે. જેમાં એક બીએસએફનો સિપાહી બતાવવામાં આવી રહ્યો છે. જાણકારી મુજબ બાડમેરમાં મંગલા રિફાઈનરી સાથે જાેડાયેલી જાણકારી પાકિસ્તાની જાસૂસી એજન્સી આઈએસઆઈને આ લોકો મોકલી રહ્યા છે રાજસ્થાન ઈન્ટેલીજન્સે આરોપીઓની ધરપકડ કરી છે.તેમને પૂછપરછ માટે જયપુર લાવવામાં આવી રહ્યા છે. આમ ઈન્ટેલીજન્સે પાકિસ્તાને જાસુસોને પકડીને પાકિસ્તાનનાં ભારત વિરોધી કાવતરાને નિષ્ફળ બનાવ્યુ છે.

File-02-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *