જયપુર
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે આજે વિધાનસભામાં જૂનું બજેટ ભાષણ વાંચ્યું હતું. લગભગ ૬ મિનિટ સુધી જૂનું બજેટ વાંચતો રહ્યા, પછી મહેશ જાેશીએ આવીને તેના કાનમાં કંઈક કહ્યું. આ દરમિયાન વિપક્ષે જાેરદાર હંગામો શરૂ કર્યો હતો. વિપક્ષી સભ્યો હોબાળો મચાવતાં ગૃહના વેલમાં આવી ગયા હતા. વિપક્ષે એવો પણ આક્ષેપ કર્યો હતો કે મુખ્યમંત્રીએ જૂનું બજેટ વાંચ્યું છે. ભારે હોબાળાને કારણે ગૃહની કાર્યવાહી અડધા કલાક માટે સ્થગિત કરવામાં આવી હતી. આ પછી, મુખ્યમંત્રીએ મુખ્ય સચિવ ઉષા શર્માને બોલાવ્યાં અને અધિકારીઓની બેદરકારી પર નારાજગી વ્યક્ત કરી. રાજસ્થાનમાં પહેલીવાર બજેટ ભાષણ દરમિયાન ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. જ્યારે ભાસ્કરે આ અંગે તપાસ કરી તો સામે આવ્યું કે જ્યારે મુખ્યમંત્રીએ ભાષણની શરૂઆત શાયરીથી કરી ત્યારે અગાઉના ભાષણનો તે શેર નહોતો, પરંતુ ઈન્દિરા ગાંધી શહેરી રોજગાર ગેરંટી યોજનાની જાહેરાત તો ગયા વર્ષે જ કરવામાં આવી હતી.૨૦૨૨ના બજેટ ભાષણમાંથી અંશો, જેમાં ઈન્દિરા ગાંધી શહેરી રોજગાર યોજના અને મનરેગા હેઠળ ૧૨૫ દિવસની રોજગારીની જાહેરાત કરવામાં આવી હતી. શરૂઆતમાં મુખ્યમંત્રીએ જે બજેટ ભૂમિકા બનાવી હતી તે નવી હતી. ગેહલોતે બે મુદ્દા વાંચ્યા ત્યારે સરકારના ચીફ વ્હીપ મહેશ જાેશીએ ઝ્રસ્ના કાનમાં કંઈક કહ્યું. દરમિયાન વિપક્ષના નેતા અને ઉપનેતાએ સવાલ ઉઠાવ્યો હતો કે મુખ્યમંત્રી જૂનું ભાષણ વાંચી રહ્યા છે અને બજેટ લીક થઈ ગયું છે. આ અંગે હોબાળો શરૂ થયો હતો. જ્યારે ભાજપના ધારાસભ્યો વેલમાં આવ્યા અને હંગામો શરૂ કર્યો, હંગામો વધવા લાગ્યો, ત્યારબાદ સ્પીકરે ૧૧ કલાક ને ૧૨ મિનિટે ગૃહની કાર્યવાહી અડધા કલાક માટે સ્થગિત કરી દીધી. હવે, હું શહેરોમાં પણ રોજગાર સુનિશ્ચિત કરવા માટે ‘ઇન્દિરા ગાંધી શહેરી રોજગાર ગેરંટી યોજના’ લાગુ કરવાની જાહેરાત કરું છું. આ યોજના દ્વારા શહેરી વિસ્તારોમાં રહેતા પરિવારોને તેમની માંગ પર આવતા વર્ષથી દર વર્ષે ૧૦૦ દિવસની રોજગારી ઉપલબ્ધ થશે. તેના પર વાર્ષિક અંદાજે ૮૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. કોવિડને કારણે ઊભી થયેલી પરિસ્થિતિનો સામનો કરવામાં મદદરૂપ થવાના હેતુથી આગામી વર્ષમાં હું રાજ્ય સરકારના ખર્ચે મહાત્મા ગાંધી નરેગા યોજનામાં ઉપલબ્ધ ૧૦૦ દિવસની રોજગારીને વધારીને ૧૨૫ દિવસ કરવાની જાહેરાત કરું છું. તેના પર લગભગ ૭૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. કોરોનાના સમયગાળા દરમિયાન શિક્ષણમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે આવતા વર્ષે શાળાના વિદ્યાર્થીઓ માટે ત્રણ મહિનાનો બ્રિજ કોર્સ ચલાવવાનો પ્રસ્તાવ છે. આ માટે ૭૫ કરોડ રૂપિયાની જાેગવાઈ કરવામાં આવશે.કોરોનાના સમયગાળા દરમિયાન તમામ વર્ગના પરિવારો આર્થિક રીતે પ્રભાવિત થયા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે શુક્રવારે વિધાનસભામાં આગામી નાણાકીય વર્ષનું બજેટ રજૂ કર્યું છે. વર્ષ ૨૦૨૩ના આ બજેટમાં સીએમ ગહેલોતે કેટલીય મહત્વની જાહેરાતો કરી છે. રાજ્યમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી પણ થવાની છે. તેને ધ્યાને રાખી બજેટમાં રસોઈ ગેસ સસ્તો કરવાની પણ જાહેરાત કરી છે. બજેટમાં આ યોજનાનો પટારો ખોલતા જ મુખ્યમંત્રીએ યુવાનોને પ્રાથમિકતા આપી છે. બજેટ ભાષણમાં તેમમે રાજ્યના લોકો માટે ૨૫ લાખ સુધીનો સ્વાસ્થ્ય વીમો આપવાની જાહેરાત કરી છે. સાથે જ રાજસ્થાનમાં ત્રણ નવી મેડિકલ કોલેજ ખોલવાની પણ જાહેરાત કરી છે.રાજસ્થાન બજેટ ૨૦૨૩માં સીએમ અશોક ગહેલોતે યુવાનો અને ગરીબ પરિવારો માટે કેટલીય ઘોષણા કરી છે. ખાસ કરીને વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને ૫૦૦ રૂપિયામાં રસોઈ ગેસ આપવાની જાહેરાત કરી છે. આ બજેટમાં ચૂંટણીની અસર દેખાઈ રહી છે. સસ્તા રસોઈ ગેસનો લાભ રાજ્યના ૭૬ લાખ ગરીબ પરિવારોને મળશે. તો આવો રાજસ્થાન વિધાનસભામાં રજૂ થયેલા બજેટ ભાષણની મુખ્ય વાતો પર એક નજર નાખીએ. રાજસ્થાનના ૭૬ લાખ ગરીબ પરિવારોને હવે ફક્ત ૫૦૦ રૂપિયામાં રસોઈ ગેસ સિલેન્ડર મળશે. મુખ્યમંત્રીએ બજેટ ભાષણમાં શુક્રવારે આ જાહેરાત કરી છે. આપને જણાવી દઈએ કે, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે મહિલાઓને રાહત આપવા માટે ઉજ્જવલા યોજના અંતર્ગત સસ્તો ગેસ આપવાની યોજના શરુ કરી હતી. રાજ્યના યુવાનો અને ખાસ કરીને બેરોજગારોને ધ્યાને રાખી સીએમ ગહેલોતે બજેટમાં ભરતી પરીક્ષાઓને લઈને મોટી જાહેરાત કર છે. તેમણે ક્હ્યું કે, રાજ્યમાં હવે તમામ ભરતી પરીક્ષા ફ્રીમાં થશે. રાજસ્થાનના આ વર્ષના બજેટમાં સરકારી સ્કૂલના બાળકોને પણ ગિફ્ટ આપી છે. તેમણે બજેટ ભાષણમાં કહ્યું કે, આગામી સત્રમાં રાજ્યની સરકારી શાળાના વિદ્યાર્થીઓને બે જાેડી ગણવેશ ફ્રીમાં આપવામાં આવશે.


