Tamil Nadu

તમિલનાડૂના આ ભિખારીએ ભીખમાં આવેલા રૂપિયા ઝ્રસ્ રાહતકોષમાં કર્યા દાન, કિં. ૫૦લાખ

મદુરાઈ
દાનને કેટલાય ધર્મોમાં સૌથી મોટો ગુણ માનવામાં આવે છે. પણ એવું ખૂબ જ ઓછુ જાેવા મળે છે કે, કોઈ દાનમાં મળેલા ધનને ડોનેટ કરી દે. કંઈક આવું જ તમિલનાડૂના એક ભિખારીએ કર્યું છે. તેણે મુખ્યમંત્રી રાહત કોષમાં લગભગ ૫૦ લાખ રૂપિયાનું દાન કરીને દાખલો બેસાડ્યો છે. આપને જણાવી દઈએ કે, ૭૨ વર્ષના પૂલપાંડિયને મે ૨૦૨૦માં પણ સીએમ રાહત કોષમાં ૧૦ હજાર રૂપિયાનું દાન આપ્યું હતું. પૂલપાંડિયને જણાવ્યું છે કે, તે એકલો છે અને તેને ભીખમાં મળતા રૂપિયાની એટલી બધી જરુર નથી. પૂલપાંડિયનનું કહેવું છે કે, મારે કોઈ પરિવાર નથી. હું રાજ્યના દરેક જિલ્લામાં જાઉ છું અને ભીખ માંગીને પૈસા ભેગા કરુ છું. બાદમાં કલેક્ટર ઓફિસે જઈને ગરીબોને મદદ માટે રૂપિયા જમા કરાવી આવું છું. વૃદ્ધ વ્યક્તિનું કહેવું છે કે, મેં ૫ વર્ષ દરમિયાન ૫૦ લાખ રૂપિયાનું દાન કર્યું છે. કહેવાય છે કે, એક સમયે પૂલપાંડિયનને પણ હસતો રમતો પરિવાર હતો. તે પોતાની પત્ની અને બે દીકરા સાથે રહેતો હતો. ૧૯૮૦માં તે મુંબઈ જતો રહ્યો. ત્યાં પરિવારનું ભરણપોષણ કરવા માટે એક નાની એવી નોકરી શરુ કરી. જાે કે, સંસાધનની કમી અને ખરાબ હાલતના કારણે તેમની પત્નીનું નિધન થઈ ગયું. પત્નીની નિધન બાદ પૂલપાંડિયન બાળકોની દેખરેખ રાખવા માટે તમિલનાડૂ પાછો આવી ગયો. જાે કે, બાદમાં બંને દીકરાઓએ પૂલપાંડિયનની કોઈ મદદ કરી નહીં અને તેમને મજબૂરીમાં ભીખ માગવી પડી. તેમનું કહેવું છે કે, મને ભીખ માગવી પડી, કેમ કે મારા દીકરાએ મારી દેખરેખ રાખવાની ના પાડી દીધી. પૂલપાંડિયન ફરીથી પૈસા બચાવવા લાગ્યા અને સ્કૂલ, કોવિડ રાહત કોષ અને મુખ્યમંત્રી રાહત કોષમાં મદદ કરવા લાગ્યા. ૨૦૨૦માં પૂલપાંડિયને આ સારા કામ માટે સ્વતંત્રતા દિવસ પર કોવિડ રાહત કોષમાં આટલું મોટુ દાન આપવા બદલ મદુરાઈ કલેક્ટરે તેમને પુરસ્કાર આપ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *