Tamil Nadu

તમિલનાડૂની ‘દ એલિફેન્ટ વ્હિસ્પરર્સે’ રચ્યો ઈતિહાસ, બેસ્ટ શોર્ટ ડોક્યુમેન્ટ્રીનો જીત્યો એવોર્ડ

તમિલનાડુ
આખરે એ દિવસ આવી ગયો, જેનો સૌ કોઈ રાહ જાેઈ રહ્યા હતા. ૯૫માં એકેડેમી એવોર્ડસ એટલે કે, ઑસ્કર્સ ૨૦૨૩ જબરદસ્ત શરુઆત બાદ ટીવી અને સોશિયલ મીડિયા પર છવાયેલ છે. લૉસ એંજલિસમાં થઈ રહેલા આ એવોર્ડ શોમાં ઢગલાબંધ હોલીવૂડથી લઈને બોલીવૂડ સુધીના સ્ટાર પહોંચ્યા છે. પોતાના બેસ્ટ અને ફેશનેબલ લુકમાં સ્ટાર્સને રેડ કારપેટ પર જાેવા મળ્યા છે. ઑસ્કર ૨૦૨૩માં જાણીતા હોલીવૂડ સ્ટારની વચ્ચે દીપિકા પાદુકોણે ચાર ચાંદ લગાવ્યા હતા. દીપિકા આ વર્ષે પ્રેજેંટર તરીકે સેરેમનીનો ભાગ બની છે. ઑસ્કર્સ ૨૦૨૩માં ભારતીય ફિલ્મ ઇઇઇ ઈતિહાસ રચવા માટે તૈયાર છે. આ વર્ષે ડીરેક્ટર એસએસ રાજામૌલીની ફિલ્મ આરઆરઆરને બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે. આ કેટેગરીમાં નોમિનેશન મેળવનારી આરઆરઆર પહેલી ફિલ્મ છે.ફેન્સે તેને એવોર્ડ જીતવાની ખૂબ આશા લગાવીને બેઠા છે. ફિલ્મ દ બૉય, દ મોલ, દ ફૉક્સ એન્ડ દ હૉર્સે બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મનો એવોર્ડ જીત્યો છે. હ્‌દયને સ્પર્શી જતી આ ફિલ્મો લોકોને ખૂબ પસંદ આવી છે. પ્રોડ્યૂસર ગુનીત મોંગાની શોર્ટ ફિલ્મ દ એલિફન્ટ વ્હિસ્પર્સે બેસ્ટ ડોક્યુમેન્ટ્રી શોર્ટ ફિલ્મનો એવોર્ડ જીત્યો છે. ફિલ્મ ઓલ ક્નાઈટ ઓન દ વેસ્ટર્ન ફ્રન્ટને બેસ્ટ ઈંટરનેશનલ ફીચર ફિલ્મનો એવોર્ડ આપ્યો છે.

File-01-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *