Uttar Pradesh

અમરોહામાં યુવક-યુવતીનો સ્કૂટી પર રોમાન્સ અને અશ્લીલ હરકતોનો વીડિયો થયો વાયરલ

લખનૌ
હાલમાં ઉત્તરપ્રદેશના રોડ પર સેફ્ટી અભિયાન ચાલી રહ્યું છે, પરંતુ તાજેતરમાં રાજધાની લખનઉમાંથી એક વીડિયો સામે આવ્યો હતો. લખનૌના પોશ માર્કેટ હઝરતગંજમાં એક યુવક અને યુવતી રસ્તાની વચ્ચે અશ્લીલતાની હદ વટાવતા જાેવા મળ્યા. હઝરતગંજના વ્યસ્ત રોડ પર ચાલતી સ્કૂટી પર એક યુવક-યુવતી રોમાન્સ કરી રહ્યા હતા. આ ખતરનાક સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. આ વીડિયો જાેયા બાદ સોશિયલ મીડિયામાં તેને લઇ જાેરશોરથી ચર્ચાઓ શરૂ થઇ હતી. હવે લખનૌ બાદ અમરોહામાં પણ રોમાંસનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, આ મામલો અમરોહાના હસનપુર ગજરૌલા માર્ગનો હોવાનું જણાવાઇ રહ્યું છે. આ વીડિયોને ટ્‌વીટર યુઝર જ્રॅિૈઅટ્ઠટ્ઠિદ્ઘॅેંઙ્મૈદૃી એ શેર કર્યો છે. આ વીડિયોને ૧૧ માર્ચના રોજ શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે છોકરો વ્યસ્ત રોડ પર સ્કૂટી ચલાવી રહ્યો છે અને પાછળ બેસેલી છોકરી તેની પાછળ બેસેલા યુવક સાથે રોમાન્સ કરી રહી છે. આટલું જ નહીં છોકરી પણ છોકરાને સાથે અશ્લીલ હરકતો કરી રહી છે. ઘણા લોકોએ આ વીડિયોને અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર પણ કર્યો છે. આ વીડિયોને કોઇ કારસવાર દ્વારા શૂટ કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ વીડિયો અમરોહા જનપદના હસનપુર ગજરૌલા માર્ગનો હોવાનું બતાવવામાં આવી રહ્યું છે. જેમા સ્કૂટી પર ત્રણ લોકો સવાર છે. પ્રેમી તેની સાથે સ્કૂટી પર જ રોમાન્સ કરી રહ્યો છે અને તેની આસપાસથી પસાર થતા વાહચાલકો પણ તેને જાેઇ રહ્યા છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *