Uttar Pradesh

ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરની કોર્ટે ભેળસેળવાળુ દૂધ વેચવાના મામલામાં ૩૨ વર્ષે ચુકાદો આપ્યો

મુઝફ્ફરનગર
ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરની કોર્ટે ભેળસેળવાળુ દૂધ વેચવાના મામલામાં ફરિયાદ નોંધાયા બાદ ૩૨ વર્ષ બાદ એક વ્યક્તિને છ મહિનાની જેલની સજા સંભળાવવામાં આવી છે. એડીશ્નલ ચીફ જ્યૂડિશિયલ મજિસ્ટ્રેડ પ્રશાંત કુમારે ગુરુવારે આરોપી દૂધ વિક્રેતા હરબીર સિંહને મામલામાં દોષિત ઠેરવતા તેમના પર ૫ હજાર રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. અભિયોજન અધિકારી રામવાતાર સિંહે શુક્રવારે ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, હરબીર સિંહ ભેળસેળવાળુ દૂધ વેચતા પકડાયો હતો. અભિયોજન અધિકારીએ કહ્યું કે, તેમના દ્વારા વેચવામાં આવેલા દૂધનો એક નમૂનો એકત્ર કર્યો અને તેને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું જ્યાં તે ભેળસેળ હોવાનું સામે આવ્યું. રામાવતાર સિંહે કહ્યું કે, ફુડ ઈંસ્પેક્ટર સુરેશ ચંદે ૨૧ એપ્રિલ ૧૯૯૦ને દૂધ વિક્રેતા વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ નોંધાઈ હતી. આ મામલામાં ર્નિણય હવે છેક આવ્યો છે. અહીં ઉલ્લેખનિય છે કે, ગત મહિને યૂપીના મહારાજગંજ જેવો જ એક મામલો સામે આવ્યો હતો, જ્યાં જિલ્લાની સિવિલ કોર્ટમાં ૩૩ વર્ષ સુધી ચાલેલા કેસમાં દોષિતો વિરુદ્ધ આવેલા ર્નિણયમાં ૧ દિવસની સજા સંભળાવી હતી. તેની સાથે જ કોર્ટે ૧૫૦૦ રૂપિયાનો દંડ પણ લગાવ્યો હતો. જિલ્લામાં ચાલી રહેલા પોલીસ વિભાગના ઓપરેશન શિકંઝા અંતર્ગત પોલીસે પ્રભાવી પૈરવી કરીને આરોપી વિરુદ્ધ સજાની વ્યવસ્થા કરી હતી. આ મામલામાં જિલ્લાના પુરન્દરપુર વિસ્તારનો છે. પોલીસ કાર્યાલયની મીડિયા સેલના મુજબ, પુરન્દરપુર પોલીસે વર્ષ ૧૯૮૯માં દલીલના આધાર પર ત્રણ આરોપી બુદ્ધિરામ પુત્ર ફાગૂ, શીસ મુહમ્મદ પુત્ર મુસ્કીમ અને હમીમુદ્દીન પુત્ર યાસીનની વિરુદ્ધ આઈપીસીની ધારા ૩૮૨ અને ૪૧૧ અંતર્ગત કેસ નોંધાવ્યો હતો.

File-01-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *