Uttar Pradesh

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી જન્મદિવસના કાર્યક્રમમાં કેકની લૂંટ, એક-બીજા પર પડ્યા સમર્થકો

લખનૌ
બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ રવિવારે પોતાનો ૬૭મો જન્મદિવસ ઉજવ્યો. આ અવસર પર રાજ્યના સંભલ જિલ્લામાં બસપા દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં કેકની લૂંટનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં પૂર્વ મુખ્યમંત્રીના જન્મદિવસ પર આયોજિત કાર્યક્રમમાં હાજર બસપા સમર્થકો કેક લૂંટવા માટે એકબીજા પર પડતા જાેવા મળે છે. કેક કાપતી વખતે બાબા ભીમરાવ આંબેડકર અને કાંશીરામની તસવીર પડતા પડતા બચી હતી. નવાઈની વાત એ છે કે આ બધો ડ્રામા બસપાના જિલ્લા સ્તરીય અધિકારીની સામે થયો હતો. આ કાર્યક્રમ સદર કોતવાલીની ચૌધરી સરાય ચોકી પાસે એક ખાનગી મેરેજ હોલમાં યોજાઈ રહ્યો હતો. માયાવતીના જન્મદિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમ દરમિયાન પાર્ટી કાર્યકર્તાઓ અને બસપા નેતા શકીલ કુરેશીના સંબોધન બાદ કાર્યકર્તાઓએ કેક કાપીને બસપા સુપ્રીમોનો જન્મદિવસ મનાવ્યો હતો, પરંતુ કાર્યક્રમ દરમિયાન જબરદસ્ત ભીડ જાેવા મળી હતી. અહી કેક કાપતાની સાથે જ ભીડ કેક પર તૂટી પડી હતી અને કેકને લઈને ચારેબાજુ નાસભાગનો માહોલ સર્જાયો હતો. કેક લઈને દોડતા લોકો એકબીજા પર પડ્યા. આ દરમિયાન એક મોટી દુર્ઘટના પણ ટળી હતી. બીજી તરફ, કાર્યક્રમમાં કેકની લૂંટ અંગે બીએસપી નેતા શકીલ કુરેશીએ કહ્યું કે ખુશીના વાતાવરણમાં આ બધું વાજબી છે, કારણ કે આમાં દરેક વ્યક્તિના હોશ ઉડી જાય છે. અકસ્માતની વાત કરીએ તો કોઈપણ અકસ્માત કેવી રીતે થઈ શકે? કાર્યક્રમમાં ધક્કા-મુક્કી થાય છે, પરંતુ કેવી રીતે સંભાળવું, જ્યાં એક હજાર લોકો આવવાની ધારણા હતી ત્યાં ૬ થી ૭ હજાર લોકો આવ્યા હતા જાે કે કોઇ જાનહાની કે મોટી દુર્ઘટના ન થઇ એ સારી વાત છે.

File-02-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *