Uttar Pradesh

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બે દિવસની મુલાકાત માટે મુંબઈ આવ્યાં

લખનૌ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બે દિવસની મુલાકાત માટે મુંબઈ આવ્યાં છે. ફેબ્રુઆરીમાં યુપીની રાજધાની લખનૌમાં ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ યોજાવાની છે, જેના પહેલા તેઓ મહારાષ્ટ્રના ઉદ્યોગસાહસિકો અને ફિલ્મ જગતના લોકોને મળીને રોકાણની શક્યતા પર વિચાર કરી રહ્યાં છે. યોગી આદિત્યનાથ બુધવારે સાંજે રાજભવન ગયા હતા અને મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી, સીએમ એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત લીધી હતી. આ બેઠકમાં યોગી આદિત્યનાથ, મહારાષ્ટ્રના પૂર્વ રાજ્યપાલ રામ નાઈક, અને ગોરખપુરના સાંસદ રવિ કિશન પણ હાજર હતા. યોગી આદિત્યનાથે સુપર સ્ટાર અક્ષય કુમારની મુલાકાત તાજ હોટલમાં કરી હતી. ઉત્તર પ્રદેશમાં ફિલ્મ ઉદ્યોગના વિકાસ અંગેની ચર્ચા અક્ષય કુમાર સાથે કરી હતી. યોગી આદિત્યનાથ આ અગાઉના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, પહેલા એક સમય હતો જ્યારે ઉત્તર પ્રદેશના લોકોએ પોતાની ઓળખ છુપાવતા હતા. લોકો તેમની હાંસી ઉડાવતા હતા. પરંતુ અત્યારે ઉત્તર પ્રદેશના લોકોએ તેની ઓળખ છુપાવવાની જરૂર પડતી નથી. હવે ઉત્તર પ્રદેશના લોકો ગર્વથી કહે છે કે તેઓ ઉત્તર પ્રદેશના રહેવાસી છે. યુપીમા કાયદો અને વ્યવસ્થા અને નીતિ સુધારણાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, એક સમય એવો હતો જ્યારે દર ત્રણ-ચાર દિવસે કોઈને કોઈ હુલ્લડો કે દંગા થતા હતા. પરંતુ , હવે છેલ્લા પાંચ વર્ષમાં યુપીમાં એક પણ રમખાણ નથી થયું. યોગી આદિત્યનાથ મુંબઈ ફિલ્મ સિટી જેવી જ ફિલ્મ ઈન્ડસ્ટ્રી નોઈડામાં સ્થાપવાનો પ્રયાસ કરી રહ્યાં છે. યોગી આદિત્યનાથ યુપીમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી બનાવવાની પહેલ પહેલાથી જ કરી ચુક્યા છે. તે વાત કોઈ પણ વ્યક્તિથી છુપી નથી. તાજમાં અક્ષય કુમાર સાથેની મુલાકાતમાં તેમને યુપીમાં ફિલ્મ સિટી અંગે પણ ચર્ચા કરી હતી. યોગી આદિત્યનાથે ઉદ્યોગપતિઓને મળીને આવતા મહિને લખનૌમાં યોજાનારી ઈન્વેસ્ટર્સ ગ્લોબલ સમિટના રોકાણ માટેની ચર્ચા કરી હતી. અને તેમને રોકાણ કરવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો સાથે યુપી રાજ્યની કાનૂન વ્યવસાથે અંગે પણ વાતચીત કરી હતી.

File-02-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *