Uttar Pradesh

ઉત્તર પ્રદેશના હરદોઈમાં નગર મહામંત્રી પર છોકરીને ભોળવીને ભગાડી જવાનો આરોપ લાગ્યો

હરદોઈ
ઉત્તર પ્રદેશના હરદોઈમાં ભાજપના આધેડ ઉંમરના નગર મહામંત્રી પર ૨૬ વર્ષની છોકરીને ભોળવીને ભગાડી જવાનો આરોપ છે. આરોપ છે કે, ૪૭ વર્ષના ભાજપના નેતા સમાજવાદી પાર્ટીના નેતાની ૨૬ વર્ષની દીકરીને લગ્નની લાલચ આપીને ભગાડી લઈ ગયા છે. સપા નેતાએ આ મામલામાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધાર પર ભાજપ નેતા વિરુદ્ધ કેસ નોંધી શોધખોળ આદરી છે. ભાજપ નેતાના આ કૃત્યથી પાર્ટીની ઠેકડી ઉડી રહી છે.જે બાદ ભાજપ જિલ્લા અધ્યક્ષે તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધો છે અને આ કેસ હવે કાયદા પર છોડવાનો ર્નિણય કર્યો છે. હકીકતમાં જાેઈએ તો, આ મામલો હરદોઈ શહેરના એક વિસ્તારનો છએ. અહીં ભાજપના ૪૭ વર્ષના નગર મહામંત્રી આશીષ શુક્લા પર સમાજવાદી પાર્ટીના નેતાની ૨૬ વર્ષની દીકરીને ફોસલાવીને ભગાડી જવાનો આરોપ લાગ્યો છે. સપા નેતા તરફથી પોલીસને ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, ભાજપના નેતા આશીષ શુક્લા ઉર્ફ રાજૂ શુક્લા ૧૩ જાન્યુઆરીએ તેમની દીકરીને લગ્નની લાલચ આપીને ભગાડી ગયો છે. સમાજવાદી પાર્ટીના નેતાના જણાવ્યા અનુસાર, ૪૭ વર્ષિય આશીષ શુક્લા બે બાળકોનો પિતા છે અને વીમા એજન્ટ તરીકે કામ કરે છે. આશીષ શુક્લા ઉર્ફ રાજૂએ તેમની ૨૬ વર્ષિય દીકરીને લગ્નની લાલચ આપીને ભગાડી ગયો છે. સપા નેતાની ફરિયાદ પર પોલીસે આરોપી ભાજપ નેતા વિરુદ્ધ યુવતીને ભગાડી ગયો છે. હવે પોલીસ ફરાર નેતા અને સપા નેતાની દીકરીને શોધખોળ કરી રહી છે. આ મામલામાં પોલીસનું કહેવું છે કે, ફરિયાદના આધાર પર કેસ નોંધી લેવામાં આવ્યો છે. ટૂંક સમયમાં યુવતીની ધરપકડ થશે અને આ સમગ્ર મામલામાં કાર્યવાહી થશે. તો વળી આ ઘટનાને લઈને સમાજવાદી પાર્ટીના નેતાઓએ સોશિયલ મીડિયા પર કેટલીય પોસ્ટ કરીને ભાજપ પર આકરા પ્રહારો કરી રહ્યા છે.

File-01-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *