Uttar Pradesh

ખભા પર સ્વિગી બેગ સાથે વાયરલ બુરખાવાળી મહિલા કોણ છે?.. મહિલા વિષે જાણો

લખનઉ
લખનઉની શેરીમાં બુરખો પહેરેલી એક મહિલા પોતાના ખભા પર સ્વિગી બેગ લઈને જતી જાેવા મળે છે. જ્યારે આ મહિલાની તસવીર વાયરલ થઈ તો લોકો પૂછવા લાગ્યા કે, બુરખાવાળી મહિલા કોણ છે? ત્યારે મીડિયને મળેલી આ બુરખાવાળી મહિલાનું નામ રિઝવાના છે, જે લખનઉના ચોક વિસ્તારમાં રહે છે. આવો જાણીએ શું છે ફેરીવાળી રિઝવાનાની કહાણી… રિઝવાના ચોકની જનતા નગરીની સાંકડી ગલીમાં ૧૬ બાય ૮ના રૂમમાં રહે છે. આ જ રૂમમાં જ શૌચાલય છે. રિઝવાના અને તેના બાળકો રૂમને બંધ કરીને સ્નાન કરે છે. કપડાં સુકવવા માટે પણ જગ્યા નથી. તેઓ રૂમની અંદર એક દોરડું બાંધે છે અને તેના પર કપડા સૂકવે છે. આ સિવાય રસોડું પણ આ જ રૂમમાં બનેલું છે. રિઝવાનાએ તેના સંઘર્ષની કહાણી પોતાના શબ્દોમાં કહી કે, કડકડતી ઠંડીમાં તે પોતાની સ્વિગી બેગ સાથે સવારે ૮ વાગે કામ માટે નીકળી જાય છે, તે દરરોજ લગભગ ૨૫ કિલોમીટરનો પ્રવાસ કરે છે અને વરસાદની મોસમમાં પણ તે પગપાળા જ નીકળે છે, હાથમાં માત્ર છત્રી હોય છે. રિઝવાના જણાવે છે કે, તેણે પોતાની પાસેની સ્વિગી કંપનીની બેગ દાલીગંજના એક વ્યક્તિ પાસેથી રૂ. ૫૦માં ખરીદી હતી જેથી તે તેની તમામ વેચાણ વસ્તુઓ તેમાં રાખી શકે. રિઝવાના કહે છે કે, તે સ્વિગી કંપનીમાં કામ કરતી નથી, પરંતુ પ્લાસ્ટિકના ચમચી, પ્લેટ, ફોઈલ્સ, ચાના કપ જેવા ડિસ્પોઝેબલ વેચે છે. રિઝવાનાએ વધુમાં જણાવ્યું કે, હોકિંગ સિવાય તે એક ઘરમાં રસોઈયા તરીકે પણ કામ કરે છે, જ્યાંથી તેને ૩૦૦૦ રૂપિયા મળે છે, તેની કુલ માસિક આવક ૫ થી ૬ હજાર રૂપિયા છે, પરંતુ તેનું ઘર આ માટે સક્ષમ નથી. આ નાની આવકથી તેનું ઘર નથી ચાલી રહ્યું, કારણ કે ઘરમાં તેની સાથે ૪ લોકો છે, બે દીકરીઓ અને એક નાનો દીકરો. રિઝવાનાની એક મોટી દીકરી પરણિત છે. રિઝવાનાએ વધુમાં જણાવ્યું કે, તેનો પતિ છેલ્લા ૩ વર્ષથી ગુમ છે, તેને શોધવાના ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ તે મળી શક્યો નહીં, તે રિક્ષા ખેંચતો હતો. રિઝવાના હંમેશા આશા રાખે છે કે, કોઈ દિવસ તેનો પતિ પાછો આવશે અને બધું સારું થઈ જશે. રિઝવાનાના કહેવા પ્રમાણે, તેના પતિની માનસિક સ્થિતિ થોડી અસ્વસ્થ હતી, હાલમાં તે બીજાના ઘરે ભોજન બનાવીને અને ફેરિયાઓ કરીને પોતાનું ગુજરાન ચલાવી રહી છે જેથી સાંજે તેનો ચૂલો ચાલી શકે અને તે પોતાનું તેમજ તેના બાળકોનું ધ્યાન રાખી શકે. રિઝવાનાએ સરકાર પાસે માંગણી કરી છે કે, જાે સરકાર તેને રહેવા માટે ઘર આપે તો તે સૂકી ચટણી રોટલી ખાઈને અને પોતાનું કામ કરીને જીવી જશે, પરંતુ તેને ઘર જાેઈએ છે. રિઝવાનાએ એ પણ જણાવ્યું કે આસપાસના લોકો તેની મહેનતની પ્રશંસા કરે છે કે તેણે કોઈની સામે હાથ નથી ફેલાવ્યો.

File-01-Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *