Uttar Pradesh

જાણીતા કવિ મુનવ્વર રાણાની તબિયત લથડી

લખનઉ
પ્રખ્યાત કવિ મુનવ્વર રાણાની તબિયત બગડતાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. મુનવ્વર રાણાની તબિયત અચાનક બગડી હતી, બાદ તેમને રાજધાની લખનૌની એપોલો હોસ્પિટલમાં દાખલ કર્યા છે.. જ્યાં તેની હાલત અત્યંત નાજુક હોવાનું કહેવાય છે. તેમની સારવાર માટે ડોક્ટરોની ટીમ હાજર છે. તબીબોનું કહેવું છે કે રાણા માટે આગામી ૭૨ કલાક ખૂબ જ મહત્વપૂર્ણ છે.મુનવ્વર રાણાની પુત્રી સુમૈયા રાણાએ પોતે તેના પિતાની તબિયત વિશે માહિતી આપી છે. સોશિયલ મીડિયા પર વીડિયો જાહેર કરતા સુમૈયાએ જણાવ્યું છે કે, તેના પિતાની તબિયત છેલ્લા ઘણા દિવસોથી ખરાબ હતી, પરંતુ તેમની તબિયતમાં કોઈ સુધારો થયો ન હતો, ત્યારબાદ જ્યારે તેમની તબિયત વધુ બગડી તો પરિવારના સભ્યોએ તેમને એપોલો હોસ્પિટલમાં દાખલ કર્યા છે.. જે બાદ તેને તાત્કાલિક ૈંઝ્રેંમાં દાખલ કરવામાં આવ્યો હતો. તબીબોની ટીમ તેમની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. સુમૈયાએ લોકોને પિતાના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવાની અપીલ કરી છે.મુનવ્વર રાણાની તબિયત છેલ્લા ઘણા દિવસોથી ખરાબ જ હતી. ભૂતકાળમાં, તેમને પેટમાં દુખાવાની ફરિયાદ પણ થઈ હતી, તેમને કિડનીની સમસ્યા હતી જેના કારણે તેઓ ડાયાલિસિસ કરાવતા હતા. આ વખતે તેમને ડાયાલિસિસ દરમિયાન પેટમાં દુખાવો થયો હતો. સુમૈયાએ કહ્યું કે ડોક્ટર્સ સતત તેના સંક્રમણને ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેની સારવાર ચાલી રહી છે અને તે ડોક્ટરોની દેખરેખમાં છે. જાે ૭૨ કલાક તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ કહેવામાં આવ્યા છે.મુનવ્વર રાણા દેશના જાણીતા શાયરા છે. તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર અને માટી રતન સન્માનથી નવાજવામાં આવ્યા છે. છેલ્લા થોડા સમય પહેલા તેઓ સત્તા વિરોધી નિવેદનોના કારણે પણ ચર્ચામાં હતા. મુનવ્વર રાણાના પ્રશંસકો તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *