હૈદરાબાદ
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના માર્ગદર્શનમાં અલગ અલગ રાજયોના મોટા શહેરોમાં આયોજીત કરવામાં આવી રહેલ રોડ શોથી પ્રદેશમાં મોટા રોકાણ આવવાનો સિલસિલો જારી છે.તેલંગણાના પાટનગર હૈદરાબાદમાં ટીમ યોગીએ રોડ શો કર્યો તેના માધ્યમથી ૧૯ રોકાણકારોએ ૨૫ હજાર કરોડ રૂપિયાના એમઓયુ કરાયા હતાં.આ એમઓયુના માધ્યમથી પ્રદેશમાં પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે ૩૨ હજારથી વધુ રોજગારની તક મળશે જયારે અનેક અન્ય રોકાણકારોએ હજારો કરોડનું રોકાણની ઇચ્છા વ્યકત કરી છે. આ રોકાણકારો આગામી ફેબ્રુઆરીમાં પાટનગર લખનૌમાં યોજાનાર યુપી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં પોતાના રોકાણને અંતિમ રૂપ આપશે.હૈદરાબાદમાં રોડ શોનું નેતૃત્વ નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે કર્યું જયારે તેમની સાથે કેબિનેટ મંત્રી બેબી રાની મૌર્ય,રાજયમંત્રી અરૂણ કુમાર સકસેના,દયાશંકર મિશ્રા અને મુખ્યમંત્રીના સલાહકાર જી એન સિંહ સહિત યુપીના અધિકારીઓની ટીમ હાજર રહી રોડ શો પહેલા સમગ્ર દિવસે બિજનેસ ટુ ગવર્નમેંટ(બીટુજી) બેઠકનો દૌર ચાલ્યો આ દરમિયાન હૈદરાબાદના બે ડઝનથી વધુ રોકાણકારોએ ઉત્તરપ્રદેશના પ્રતિનિધિમંડળથી યુપીમાં રોકાણની તકો,નીતિઓ હેઠળ મળી રહેલ તમામ રીતની રાહતો અને છુટની બાબતમાં જાણકારી લીધી ત્યારબાદ ૧૯ રોકાણકારોએ એમઓયુ ફાઇનલ કર્યા તેમાં ૧૨ એમઓયુ ૧૦૦ કરોડ કે તેનાથી વધારે રહ્યાં,જયારે છ એમઓયુ એક હજાર કરોડ કે તેનાથી વધુના થયા સૌથી મોટો એમઓયુ મેધા એન્જીનિયરિંગ એન્ડ ઇફ્રાસ્ટ્રકચર લિ તરફથી કરવામાં આવ્યા જે ૧૫,૫૦૦ કરોડ રૂપિયાના રહ્યાં હૈદરાબાદના પલ્સેજ હેલ્થકેયર ગ્રુપે પણ પ્રદેશમાં ૨૦૦૦ કરોડ રૂપિયાના રોકાણના એમઓયુ કર્યા પ્રદેશમાં મેડિકલના ક્ષેત્રમાં રોકાણ માટે એશિયન ઇસ્ટીટ્યુટ ઓફ ગેસ્ટ્રોઇટ્રોલોજી(એઆઇજી) પ્રા.લિ.એ પણ પોતાની ઇચ્છા વ્યકત કરી છે તેના માટે તેના તરફથી ૧૫૦૦ કરોડ રૂપિયાના એમઓયુ સાઇન કર્યા છે. સુધાકર પીવીસી પ્રોડકટ્સ પ્રા.લિના ડાયરેકટર મીલા જયદેવે પ્રદેશમાં મેન્યુફેકચરિંગ યુનિટ લગાવવા માટે ૧૨૫ કરોડ રૂપિયાના રોકાણના એમઓયુ સાઇન કર્યા છે.
