લખનૌ
ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ બાદ હવે ધ કેરેલા સ્ટોરી’ ફિલ્મ છે સોશિયલ મીડિયામાં હેડલાઈન્સ બનાવી રહી છે. આ ફિલ્મ લવ જેહાદ અને આતંકવાદી સંગઠન આઇએસઆઇએસમાં કેવી રીતે છોકરીઓની ભરતી કરવામાં આવે છે તેના વિશે છે. જ્યારે ઘણા લોકોએ આ ફિલ્મને પ્રોપેગેંડા ગણાવી છે. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ અને ‘પઠાણ’ પછી, આ એક એવી ફિલ્મ છે જે સમગ્ર ભારતમાં ચર્ચામાં રહી છે. ફિલ્મ ધ કેરેલા સ્ટોરીનું નિર્માણ વિપુલ શાહ અને સુદીપ્તો સેન દ્વારા કરવામાં આવ્યું છે. વિપુલ શાહ અને સુદીપ્તો સેને કહ્યું કે જ્યારે તેઓએ છોકરીઓની વાર્તાઓ સાંભળી ત્યારે તેમના પર ફિલ્મ બનાવવાની ફરજ પડી. સમાજવાદી પાર્ટીના સાંસદ અબુ અસીમ આઝમીએ આ ફિલ્મના નિર્માતાની ધરપકડની માંગ કરી છે. તેમણે કહ્યું છે કે આ ફિલ્મ એક ‘પ્રોપેગેંડા’ છે અને તેની વાર્તા પાયાવિહોણી છે. આઝમીએ વિપુલ શાહ અને નિર્માતા સુદીપ્તો સેનની ધરપકડની માંગ કરી છે. પ્રારંભિક ટ્રેલરમાં કેરળમાંથી લગભગ ૩૨,૦૦૦ છોકરીઓ ગાયબ થઈ ગઈ હોવાનું બતાવવામાં આવ્યું હતું. પરંતુ હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેમણે ડિસ્ક્લેમર આપ્યું છે કે આ એક કાલ્પનિક કૃતિ છે. સાંસદે કહ્યું કે “આંતર-જ્ઞાતિય લગ્ન યુગોથી થઈ રહ્યા છે, પરંતુ આવી ફિલ્મો સમાજને વિભાજિત કરે છે. તેમણે કહ્યું કે દરેક ભારતીય પોતાનો ધર્મ પસંદ કરવા માટે સ્વતંત્ર છે. અબુ અસીમ આઝમીએ કહ્યું કે ફિલ્મ ધ કેરેલા સ્ટોરી ’માં ૩૨૦૦૦ છોકરીઓની વાર્તા હવે ૩ છોકરીઓની કેવી રીતે બની? દેશની જનતાએ આ પ્રશ્ન પૂછવો જાેઈએ અને આવી નકલી ફિલ્મો બનાવનારા નિર્માતાઓને જેલમાં ધકેલી દેવા જાેઈએ. આ ફિલ્મને ઘણા લોકોનું સમર્થન મળી રહ્યું છે. કારણ કે તેમને લાગે છે કે આતંકવાદનો સામનો કરવા માટે આવી ફિલ્મ જાેવી જ જાેઈએ. જણાવી દઈએ કે ફિલ્મ પર પ્રતિબંધ લગાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ ફિલ્મ આજથી સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે.
