Uttar Pradesh

નંબર પ્લેટ પર યોગી સેવક લખતા ૬ હજારનો દંડ ફટકારવામાં આવ્યો

વારાણસી
ઉત્તરપ્રદેશના વારાણસીમાં એક વ્યક્તિએ બાઇક પર કંઇક એવું લખ્યું હતું કે તેને દંડ ચુકવવો પડયો હતો.હકીકતમાં વારાણસીમાં એક વ્યક્તિની બાઇકના નંબર પ્લેટ પર યોગી સેવક લખ્યું હતું.આ કારણે પોલીસે છ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.જે યુવકને દંડ ફટકારવામાં આવ્યો તે યુવકના બાઇકની નંબર પ્લેટ પણ ભગવા રંગની છે અને તેમના પર લખ્યું હતું કે યોગ સેવક.આ વીડિયો પણ હવે સોશલ મીડિયા પર વાયરલ થઇ રહી છે જેના પર લોકો ભારે ટીપ્પણી કરી રહ્યાં છે. આ સમગ્ર મામલો વારાણસીના ભોજુવીર ચાર રસ્તાનો છે અહીં અર્દલી બજાર જઇ રહેલ એક વ્યક્તિને ટ્રાફિક પોલીસે રોકયો ત્યારે ટ્રાફિક પોલીસની નજર બાઇકની નંબર પ્લેટ પર પડી યુવકની બાઇક પર લાગેલ ભગવા રંગની નંબર પ્લેટ હતી અને તેના પર યોગી સેવક લખ્યું હતું. પોલીસે આ મામલાને ગંભીરતાથી લેતા યુવકને તાત્કાલિક છ હજાર રૂપિયા દંડ ફરવા માટે જણાવ્યું હતું અંકિત દીક્ષિતના નામે પાવતી ફાડી હતી.આ મામલાની સામે આવ્યા બાદ લોકો સોશલ મીડિયા પર વ્યક્તિની ભારે ટીકા થઇ રહી છે. એ યાદ રહે કે આ પહેલા વારાણસીમાં આવો જ એક મામલો જાેવા મળ્યો હતો.અહીં અર્દલી બજારમાં જ એક કાર ચાલકને ટ્રાફિક પોલીસને રોકયો હતો. આ દરમિયાન પોલીસે તે વ્યક્તિ પાસે દંડ વસુલ્યો હતો. કારણ કે તેણે કારના નંબરના સ્થાન પર ઠાકુર લખાવ્યું હતું એ યાદ રહે કે કાર માલિક કોઇ અન્ય નહીં પરંતુ એક પોલીસનો પુત્ર હતો આ કારણે આ મામલો પણ તે સમયે પ્રકાશમાં આવ્યો હતો.

File-02-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *