Uttar Pradesh

ભાજપ પોતાની ભાષામાં સુધાર લાવે, શિખંડીની જેમ હુમલો ના કરે ઃ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ

કન્નોજ
યુપીના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ભાજપ પર પ્રહારો કર્યા છે.તેમણે વિશ્વ હિન્દી દિવસ પર ભાજપ નેતાઓને પોતાની ભાષામાં સુધાર લાવવાની સલાહ આપી.અખિલેશે અહીં કહ્યું કે ભાજપે પોતાની ભાષામાં સુધાર લાવવો જાેઇએ તેમણે શિખંડિઓની જેમ હુમલો ન કરવો જાેઇએ સમાજમાં ભાઇચારાનું વાતાવરણ બનાવવું જાેઇએ ગુલદસ્તાના રૂપમાં તમામ એક રહે તેવા પ્રયાસ થવો જાેઇએ. એ યાદ રહે કે ટિ્‌વટર પર ભાજપ અને સપા નેતાઓ વચ્ચે તાજેતરમાં જુબાની જંગ થઇ હતી જે અત્યાર સુધી ચાલુ છે.તેના પર અખિલેશ યાદવે કહ્યું કે ભાજપ નેતાઓને વિશ્વ હિન્દી દિવસ પર પોતાની ભાષામાં સુધાર લાવવો જાેઇએ.ભાજપ યુવા મોરચાના નેતા ડો.ઋચા રાજપુતની ધરપકડને લઇ પુછવામાં આવેલા સવાલનો જવાબ આપતા યાદવે કહ્યું કે અમે કોઇ મહિલાની ધરપકડના પક્ષમાં નથી. એ યાદ રહે કે સપાના પ્રદેશ અધ્યક્ષ નરેશ ઉત્તમ પટેલની ફરિયાદ પર લખનૌના હજરતગંજ પોલીસ સ્ટેશનમાં ભારતીય જનતા યુવા મોરચાના ઉત્તરપ્રદેશ શાખાની સોશલ મીડિયા પ્રમુખ ઋચા રાજપુતની વિરૂધ્ધ મામલો દાખલ કરવામાં આવ્યો હતો પટેલે પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે ડો ઋચા રાજપુતે પોતાના વેરીફાઇડ ટિ્‌વટર એકાઉન્ટથી મૈનપુરીથી સાંસદ અને સપા અધ્યક્ષની પત્ની ડિંપલ યાદવની વિરૂધ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા ટ્‌વીટ કર્યું છે. આ પહેલા સપા મીડિયા સેલના મનીષ જગન અગ્રવાલે રાજપુતની ફરિયાદ બાદ સોશલ મીડિયા પર અપમાનજનક ટીપ્પણી કરવાના આરોપમાં ધરપકડ કરી હતી જેમને જામીન મળ્યા બાદ જીલ્લા કારાગાર લખનૌથી મુક્તિ થઇ ગયા. અખિલેશ યાદવે ઉત્તરાખંડની જાેશીમઠમાં જમીન ધસી પડવાની ઘટના પર પણ ચિંતા વ્યકત કરી હતી.યાદવે કહ્યું કે ઉત્તરાખંડના જાેશીમઠમાં જે થઇ રહ્યું છે તે ચિંતાનો વિષય છે.ઇમારતોમાં તિરાડો પડી રહી છે અને જમીન ફાટી રહી છે તો સમજી લેવું જાેઇએ કે કયાંકને કયાંક ઇસાને કેટલીક વસ્તુઓને નજરઅંદાજ કરી છે.જાે વિજ્ઞાન અને વૈજ્ઞાનિકોના વિચારને માનીશું નહીં તો આ રીતની ઘટનાઓ થતી રહેશે અખિલેશે કહ્યું કે સરકાર મામલામાં ગંભીરતાથી લે અને ત્યાંના લોકોની હરસંભવ મદદ કરે

File-02-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *