Uttar Pradesh

મુખ્તાર અંસારીના પુત્ર અબ્બાસ અંસારીને હવે જીવનું જાેખમનો સતાવી રહ્યો છે ભય?!

લખનૌ
મુખ્તાર અંસારીના પુત્ર અને ધારાસભ્ય અબ્બાસ અંસારીને કાસગંજ જેલમાં જવાનો ભય સતાવી રહ્યો છે.અબ્બાસ અંસારીના ભાઇ ઉમર અંસારીએ મુખ્ય સચિવને પત્ર લખી અબ્બાસને બીજી જેલમાં ટ્રાંસફર કરવાની વિનંતી કરી છે.તેનું કારણ કાસગંજ જેલમાં બંધ આઝમગઢના ગેંગસ્ટર ધ્રુવ સિંહ ઉર્ફે કુંટુ સિંહ છે.કહેવાય છે કે કુંટુ સિંહથી અબ્બાસ અંસારીને જીવનું જાેખમ છે.ઉમરે પોતાના પત્રમાં લખ્યુ છે કે માફિયા બૃજેશ સિંહ અને ધનંજય સિંહ પોતાના શુટર કુંટુ સિંહથી અબ્બાસની હત્યા કરાવી શકે છે. એ યાદ રહે કે કાસગંજ જેલમાં કુંટુ સિંહ દ્વારા અબ્બાસ અંસારીની હત્યા કરાવવાનું કાવતરૂ રચી શકે છે.ઉમર અંસારીએ ઉત્તરપ્રદેશ સરકારને પત્ર લખી કાસગંજથી અબ્બાસ અંસારીની જેલને બદલવા માટે કહ્યું છે.કાસગંજ જેલથી ટ્રાંસફર કરી અન્ય કોઇ પણ જેલમાં કરવામાં આવે લખનૌના ચર્ચિત અજીત સિંહ હત્યાકાંડમાં કુંટુ સિંહ માસ્ટારમાઇડ હતો અને હવે તે પણ કાસગંજ જેલમાં છે અજીત સિંહ હત્યાકાંડની સાથે બસપાના પૂર્વ ધારાસભ્ય સર્વેશ ઉર્ફે સીપુ સિંહની ૨૦૧૩માં ધોળા દિવસે ગોળી મારી હત્યામાં પણ કુંટું સિંહનું નામ સામે આવ્યું હતું.ત્યારબાદ કુંટુ સિંહ પણ કાસગંજ જેલમાં છે જેના કારણે અબ્બાસ અંસારીના જીવને જાેખમ હોવાનું કહેવાય છે.વર્તમાનમાં કુંટુ સિંહ કાસગંજ જેલમાં બંધ છે અને અબ્બાસ અંસારીને પણ ત્રણ દિવસ પહેલા કાસગંજ જેલમાં મોકલવામાં આવ્યા હતાં. અપરાધિક મામલામાં ધારાસભ્ય અબ્બાસ અંસારી ચિત્રકુટ જેલમાં બંધ હતો જયાં તાજેતરમાં બિન કાનુની રીતે તેમની મુલાકાત કરવાના મામલામાં તેમની પત્ની નિકહત અંસારીની ધરપકડ કરી લેવામાં આવી હતી જયારે અબ્બાસને ચિત્રકુટથી કાસગંજ જેલ ટ્રાંસફર કરી દેવામાં આવ્યા છે હવે કાસગંજ જેલથી ટ્રાંસફરની વિનંતી કરી છે.

File-02-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *