અમેઠી
ઉત્તર પ્રદેશના અમેઠીમાં દસમાં ધોરણના રિઝલ્ટમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વિદ્યાર્થિની ૧૦મી બોર્ડમાં ૯૪ ટકા લાવી તેમ છતાં પણ તે નાપાસ થઈ ગઈ છે. કહેવાય છે કે, તેમાં યૂપી બોર્ડના અધિકારીઓએ મોટી લાપરવાહી સામે આવી છે. કહેવાય છે કે, વિદ્યાર્થિની ભાવના વર્માએ ૯૪ ટકા લાવી, પણ તે ફેલ થઈ ગઈ છે. પ્રેક્ટિકલમાં ૧૮૦ની જગ્યાએ ૧૮ ગુણ લાવીને તે ફેલ થઈ ગઈ. યૂપી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા રિઝલ્ટમાં વિદ્યાર્થિનીને ૪૦૨ અંક મળ્યા છે. તો વળી પાંચ વિષયમાં પ્રેક્ટિલમાં તેને ફક્ત ૩ નંબરના હિસાબે ફક્ત ૧૮ માર્ક્સ આપ્યા છે. સ્કૂલ પ્રશાસનનું કહેવું છે કે, વિદ્યાર્થિની ભણવામાં ખૂબ જ હોંશિયાર છે અને તેને સ્કૂલની પ્રક્ટિકલમાં દરેક વિષયમાં ૩૦ માર્ક્સ આપ્યા હતા. પણ બોર્ડની ભૂલના કારણે દરેક વિષયમાં ૩ નંબર જ દેખાઈ રહ્યા છે. સ્કૂલ પ્રશાસનનું કહેવું છે કે, જાે વિદ્યાર્થિનીને પ્રેક્ટિકલમાં આપેલા ૩૦-૩૦ માર્ક્સ જાેડી દેવામાં આવે તો, ટોટલ ૬૦૦માંથી ૫૬૨ થાય છે. તે મુજબ વિદ્યાર્થિનીને ૯૪ ટકા થવા જાેઈએ, પણ છાત્રાને માર્ક્સશીટમાં ફેલ બતાવે છે. આ રિઝલ્ટ બાદ વિદ્યાર્થિની માનસિક રીતે પરેશાન થઈ ગઈ છે. આ મામલામાં છાત્રા અને તેના પરિવારના લોકો મુખ્યમંત્રી પાસે તપાસ કરાવી ન્યાયની માગ કરી રહ્યા છે. અમેઠીની શિવપ્રતાપ ઈંટર કોલેજની છાત્રા છે ભાવના વર્મા.
