ઉત્તરપ્રદેશ
ઉત્તર પ્રદેશના મેરઠમાં ફરી એકવાર મોટો અકસ્માત થયો છે. ગઈકાલે એટલે કે રવિવાર રાત્રે લગભગ ૩ વાગ્યે શોપ્રિક્સ મોલ પાસે રેપિડ ટ્રેનનો થાંભલો પડી ગયો હતો. ત્યારે થાંભલો પડતા ૮ મજૂરો તેની નીચે દટાયા હતા. મળતી માહિતી મુજબ ઉત્તરપ્રદેશના મેરઠમાં ગઈકાલે જ પહેલા મોટો અકસ્માત સર્જાયો હતો જે બાદ આજે ફરી અકસ્માંતની ઝપેટમાં ૮ લોકો થાંભલા નીચે દટાયા છે. તમામ ઘાયલોને સારવાર માટે દ્ભસ્ઝ્ર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, તમામ વરિષ્ઠ પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. જણાવી દઈએ કે શહેરમાં ૨ દિવસમાં આ બીજી મોટી દુર્ઘટના છે. શતાબ્દી નગર સ્ટેશન પર કામ કરતી કંપની ન્શ્ દ્વારા સ્લેબ નાખવાનું કામ કરવામાં આવી રહ્યું છે. મધરાત ૧૨ વાગ્યાથી કોંક્રીટ નાખવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન રેપિડ રેલનો થાંભલો લગભગ ૩ વાગ્યે તૂટી પડ્યો હતો અને નીચે આવ્યો હતો. આ દરમિયાન કામમાં લાગેલા ૮ લોકો તેની ચપેટમાં આવી ગયા હતા. જેમાંથી ૨ મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. થાભંલો સપોર્ટ સ્ટ્રક્ચર સેફ્ટી બેરિકેડેડ એરિયાની અંદર પડ્યું હતું. જેના કારણે સેફ્ટી બેરિકેડેડ એરિયાની બહાર કોઈને ઈજા થઈ નથી. પડી ગયેલ ટેમ્પરરી સપોર્ટ સ્ટ્રક્ચર અને મટીરીયલ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. દિલ્હીથી મેરઠ અને મેરઠથી દિલ્હી બંને માર્ગો ખુલ્લા છે અને સામાન્ય ટ્રાફિક ચાલી રહ્યો છે. ઘટનાની તપાસ માટે ત્રણ અધિકારીઓની કમિટી બનાવવામાં આવી છે. સાથે જ જણાવી દઈએ કે અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ મજૂરોની ઉંમર ૨૨ થી ૩૦ વર્ષની વચ્ચે છે. ઘાયલોમાં સુજીત કુમાર, ધર્મેન્દ્ર, સાગર રાધે, ચંદન કુમાર, રામ ઈકબાલ, સીતારામ, સાનુ અને ભોલા કુમારનો સમાવેશ થાય છે. આ તમામ બિહારના રહેવાસી છે. જણાવી દઈએ કે ઘાયલોમાં સોનુ અને અન્ય બેની હાલત વધુ ગંભીર છે. મેરઠમાં ફરી એકવાર મોટો અકસ્માત થયો છે. ગઈકાલે રાત્રે લગભગ ૩ વાગ્યે શોપ્રિક્સ મોલ પાસે રેપિડ ટ્રેનનો થાંભલો પડી ગયો હતો. ૮ મજૂરો તેની ઝપેટમાં આવ્યા હતા.
