લખનાઉં
પ્રેમ લગ્ન કરવા એ કોઈનો પણ હક છે, પરંતુ આજકાલ આવા ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં છોકરીઓ ફસાઈ રહી છે. પહેલા પ્રેમનું નાટક હાય છે, પછી ધર્મ પરિવર્તન અને લગ્ન ત્યાર પછી છેતરપિંડી આચરવામાં આવે છે. આવું કેમ થઈ રહ્યું છે? છોકરીઓ કેવી રીતે આ માયાજાળમાં ફસાઈ જાય છે. તે જાણવું ખૂબ મહત્વનુ બની ગયું છે. જયારે ઉત્તર પ્રદેશમાં ધર્મ પરિવર્તનને લઈને કાયદો ઘણો કડક છે. દસ વર્ષ સુધીની સજાની જાેગવાઈઓ પણ છે, પરંતુ તેમ છતાં લવ જેહાદના અનેક કિસ્સાઓ કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. આવી ઘટના ગોરખપુરમાં બની હતી. જ્યાં એક મહિલાએ ખુર્શીદ નામના વ્યક્તિ પર આરોપ લગાવ્યો છે. આવા અનેક આરોપો જેવા કે બળજબરીનો આરોપ, અશ્લીલ વીડિયો બનાવવાના આરોપો, ધર્મ પરિવર્તનના આરોપો, બળજબરીથી લગ્ન કરવાના આરોપો અને જાનથી મારી નાખવાની ધમકી અને ત્રાસ આપવાના આરોપો.
આવો એક બનાવ ગોરખપૂરમાંથી સામે આવ્યો. ગોરખપૂરમાં લવ જેહાદ આ યુવતીના અગાઉ અન્ય વ્યક્તિ સાથે લગ્ન થયા હતા જેની સાથે તેને ત્રણ વર્ષની પુત્રી છે. તેનો પતિ તેને છોડી ગયો હતો. તે એકલી જ દીકરીનો ઉછેર કરતી હતી. ઓર્કેસ્ટ્રામાં કામ કરતી અને ઘરનો ખર્ચો ચલાવતી. આ સમય દરમિયાન તે બેન્ડ વગાડતા ખુર્શીદ હાશ્મીના સંપર્કમાં આવી. ખુર્શીદે તેની સાથે મિત્રતાનો ડોળ કર્યો. તે ખુર્શીદ પર વિશ્વાસ કરવા લાગી, પરંતુ આ યુવતીના કહેવા પ્રમાણે ખુર્શીદે તેની સાથે દગો કર્યો. યુવતીના કહેવા પ્રમાણે, તેને શાંત કર્યા બાદ ખુર્શીદે તેનો અશ્લીલ વીડિયો બનાવ્યો અને પછી તેને લગ્ન કરવા દબાણ કર્યું. યુવતીનું તેની મરજી વિરુદ્ધ પણ બળજબરીથી ધર્માંતરણ કરાવવામાં આવ્યું હતું. આ વ્યક્તિને આ યુવતી સાથે લગ્ન કર્યા પછી પણ શાંતિ નહોતી. તે તેની સાથે લડવા લાગ્યો. આટલું જ નહીં તેણે બીજા લગ્ન પણ કર્યા. આ દરમિયાન યુવતીને છોકરી થઈ, પછી છોકરાએ તેનો ગર્ભપાત પણ કરાવ્યો. ખુર્શીદ મહારાજગંજના રામ જાનકી વિસ્તારનો રહેવાસી છે. હવે તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, પરંતુ સવાલ એ છે કે તેણે યુવતીની જિંદગી બગાડવા શું કર્યું? દેશના વિવિધ ભાગોમાંથી આવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં જ્યાં ધર્માંતરણને લઈને આટલો કડક કાયદો છે ત્યાં આવા કિસ્સાઓ આશ્ચર્યજનક છે.
આવો જ એક કિસ્સો થોડા દિવસ પહેલા જ ઉત્તર પ્રદેશના કાનપુરમાં સામે આવ્યો હતો. જાેકે આ કેસમાં યુવતીનો બચાવ થયો હતો. મંગલપુર વિસ્તારના એક છોકરાએ ફેસબુક પર રિષભના નામે ફેક આઈડી બનાવીને મ્ૐેંમાં ભણતી એક છોકરી સાથે મિત્રતા કરી. જ્યારે આ બંને મળ્યા ત્યારે તેની વાસ્તવિકતા યુવતીની સામે આવી. આ છોકરાનું સાચું નામ સાનુ ચિકના હતું. તેણે યુવતી પર ધર્મ પરિવર્તન અને લગ્ન માટે દબાણ કરવાનું શરૂ કર્યું, પરંતુ યુવતીએ આ વાત તેના પરિવારને જણાવી અને પછી પરિવારે પોલીસની મદદ લીધી. છોકરાની ધરપકડ કરવામાં આવી હતી. હવે જાણો તે પાંચ કારણો જેના કારણે કડક કાયદા હોવા છતાં છોકરીઓ આ છેતરપિંડીમાં ફસાઈ રહી છે.
લગ્નના નામે ધર્મ પરિવર્તનના કિસ્સાઓમાં આ પાંચ મુખ્ય કારણો સામે આવ્યા છે. કારણ નંબર ૧- પ્રેમની જાળ.. કોલેજ ગર્લ્સ ઘણીવાર આવા કેસમાં ફસાઈ જાય છે. કારણ છે પ્રેમની રમત. આ ઉંમરે છોકરીઓને લાગે છે કે તેઓ પ્રેમમાં પડ્યા છે અને તેમાં કંઈ ખોટું નથી. પ્રેમના કારણે ઘણી વખત તે જાણી જાેઈને આ બાબતે આંખો બંધ કરી લે છે, પરંતુ પછી તેને વાસ્તવિકતાનો અહેસાસ થાય છે. ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે. કારણ નંબર ૨ – પરિવારના સભ્યોથી છુપાવીને રાખવી… ઘણી વખત જ્યારે છોકરીઓ અન્ય ધર્મના છોકરાઓ સાથે સંબંધમાં હોય છે, ત્યારે તેઓ ડરથી તેમના પરિવારને જણાવતી નથી. ઘણી વખત તેઓ ભાગીને લગ્ન કરવા જેવા પગલાં ભરે છે, જેના માટે તેમને ઘણી વાર પાછળથી પસ્તાવો પણ કરવો પડે છે. જાે આવા લગ્ન પરિવારના સભ્યોની સંમતિથી થાય છે તો આવી સમસ્યાઓ ઘણી ઓછી થઈ જાય છે, પરંતુ છોકરીઓને લાગે છે કે પરિવાર સહમત નહીં થાય અને પછી તેઓ આ જાળમાં ફસાઈ જાય છે. કારણ નંબર ૩- ધર્મને છુપાવીને પ્રેમ કરવો… આવા કિસ્સાઓ પણ સતત સામે આવી રહ્યા છે. છોકરાઓને ડર છે કે તેમનો ધર્મ જાણ્યા પછી છોકરી તેમની સાથે મિત્રતા નહીં કરે. આવી સ્થિતિમાં છોકરાઓ છોકરીઓ સાથે મિત્રતા કરવા માટે તેમના નામ બદલી નાખે છે અથવા હિન્દુ નામ રાખે છે. મિત્રતા અને પ્રેમ પછી, તે છોકરીઓને તેની વાસ્તવિકતા કહે છે. એકવાર રિલેશનશિપમાં આવ્યા પછી ઘણી વખત છોકરીઓ તેમાંથી બહાર નીકળી શકતી નથી અને પછી તે આ જાળમાં ફસાઈ જતી રહે છે. કારણ નંબર ૪- સારી રીતે વિચારેલું કાવતરું… ઘણી વખત આ પદ્ધતિનો ઉપયોગ સુનિયોજિત કાવતરા હેઠળ છોકરીઓને ફસાવવા માટે પણ કરવામાં આવે છે. પ્લાનિંગ હેઠળ યુવતીઓને પ્રેમની જાળમાં ફસાવી દેવામાં આવે છે. યુવતીના એસએમએસ, વીડિયો બનાવીને તેને ધમકાવવા, યુવતીને તેના ધર્મ વિશે ન જણાવવા જેવા અનેક રસ્તાઓ છે. આને લવ જેહાદ કહી શકાય. છોકરી જ્યાં સુધી લગ્ન ન કરે ત્યાં સુધી સત્ય સામે આવતું નથી. કારણ નંબર ૫- ઓછું ભણેલી છોકરીઓ…. આવા કિસ્સાઓમાં ઘણી વાર ઓછું ભણેલી છોકરીઓ ફસાઈ જાય છે. ગરીબ પરિવારની આ છોકરીઓ કોઈ મજબૂરીને કારણે આવા છોકરાઓની જાળમાં ફસાઈ જાય છે. તેઓ વિચારે છે કે બધું સારું થઈ જશે, પરંતુ લગ્ન પછી તે છોકરીઓ સાથે અત્યાચાર શરૂ થઈ જાય છે.