Uttar Pradesh

ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં જ્યોતિ મૌર્યા જેવો જ કેસ

બારાબંકી
ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં જ્યોતિ મૌર્યા જેવો જ એક કેસ સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિ તેની પત્નીને લેખપાલ બનાવ્યા બાદ ગુમાવી બેઠો. પતિનો આરોપ છે કે લેખપાલની નોકરી મેળવ્યા બાદ પત્નીએ તેની સાથે બધા સંબંધ તોડી નાખ્યો. ત્યારબાદથી પત્નીએ પતિ વિરુદ્ધ કોર્ટમાં છૂટાછેડાનો કેસ દાખલ કર્યો. જાે કે જજે આ કેસની સુનાવણી કરતા પત્ની તરફથી દાખલ છૂટાછેડાના કેસને પાયાવિહોણો ગણાવીને ફગાવી દેવાનો ચુકાદો આપ્યો. જ્યારે પીડિત પતિ હજુ પણ પત્ની સાથે રહેવા મનામણા કરી રહ્યો છે. પરંતુ પત્ની કોઈ પણ કિંમતે પાછી ફરવા માટે તૈયાર નથી. પતિનો આરોપ છે કે તેના કોઈ બીજા લેખપાલ યુવક સાથે સંબંધ થઈ ગયા છે અને બંનેએ સગાઈ પણ કરી લીધી છે. હવે તે તેને મારી નાખવાની ધમકી આપી રહ્યો છે. સમગ્ર મામલો બારાબંકી જિલ્લામાં પોલીસ મથક સતરિખ વિસ્તારના ગ્રામ મોહમ્મદપુર મજરે ગાલ્હામઉ સંલગ્ન છે. અહીંના અમરીશ રાવતના લગ્ન જિલ્લામાં જ યાકુતગંજના રામચરનની પુત્રી દીપિકા સાથે ૨૦ ફેબ્રુઆરી ૨૦૦૯ના રોજ થયા હતા. લગ્ન બાદ બધુ ઠીક ચાલતુ હતું. ૨૦૧૦માં બંનેની એક પુત્રી થઈ. જેનું નામ નંદિતા છે. પત્ની દીપિકા ઈન્ટર પાસ થઈને સાસરે આવી હતી. તેણે આગળ ભણવાની વાત કરીતો પતિએ પણ તેની ઈચ્છાનું સન્માન કર્યું. અમરીશે પત્નીના અભ્યાસ માટે દિવસ રાત મહેનત કરવાનું શરૂ કરી દીધુ. તેણે આર્થિક સમસ્યાઓનો પણ સામનો કરવો પડ્યો. તેને પહોંચી વળવા માટે એક એક પૈસો જાેડ્યો અને આ બધામાં તેણે ખેતર પણ વેચવું પડ્યું. ત્યારબાદ તેનું સિલેક્શન લેખપાલ પદે થઈ ગયું. પછી તો લેખપાલ બનતા જ દીપિકાના તેવર બદલાઈ ગયા. તેણે થોડા સમય બાદ તેની આઠ વર્ષની બાળકીને લઈને તે પીયર જતી રહી. ત્યારબાદ પતિ અમરીશ અને તેના પરિવાર સાથે રહેવાની ચોખ્ખી ના પાડી દીધી ને પતિ પર ઉત્પીડનનો આરોપ લગાવતા કોર્ટમાં છૂટાછેડાનો કેસ દાખલ કર્યો. જાે કે ફેમિલી કોર્ટના જસ્ટિસ દુર્ગ નારાયણ સિંહે મામલાની સુનાવણી કરતા પત્ની તરફથી દાખલ કરાયેલી ડિવોર્સની અરજીને પાયાવિહોણી ગણાવીને ફગાવી દીધી. પતિનો આરોપ છે કે દીપિકાનો સંબંધ કોઈ કૌશલ પાલ મિશ્રા નામના લેખપાલ સાથે બંધાયો છે. હવે તે તેને મારી નાખવાની ધમકી પણ આપી રહ્યો છે. અત્રે જણાવવાનું કે પતિ અમરીશ રાવતના જણાવ્યાં મુજબ તેમની માતાનું મૃત્યુ વર્ષ ૨૦૧૧માં થઈ ગયું હતું. પરંતુ આમ છતાં તેમણે ક્યારેય દીપિકાને ગૃહસ્થી સંભાળવાનું કહ્યું નહતું. તેમણે દીપિકાને ભણવાનું ચાલુ રખાવ્યું. તેને ગ્રેજ્યુએશન પૂરું કરાવ્યું. ત્યારબાદ એમએ અને બીએડ પણ કરાવ્યું. પછી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે કોચિંગમાં એડમિશન કરાવ્યું. અમરીશે જણાવ્યું કે તેઓ દીપિકાને કોચિંગમાં લાવવા અને લઈ જવા સહિતની તમામ બીજી કૌટુંબિક જવાબદારીઓ સતત નિભાવતા રહ્યા. કોચિંગ કરાવીને પત્નીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવી. ત્યારબાદ વર્ષ ૨૦૧૮માં દીપિકાનું સિલેક્શન લેખપાલ પદે થયું. દીપિકાને બસ્તી જિલ્લાના હરૈયા તહસીલમાં નોકરી મળી. અમરીશે આરોપ લગાવ્યો કે કોઈ કૌશલ પાલ મિશ્રા નામના લેખપાલે ફોન પર તેને જણાવ્યું કે તેણે દીપિકા સાથે સગાઈ કરી લીધી છે. હવે કૌશલ પાલ તેને ફોન કરીને મારી નાખવાની ધમકી આપી રહ્યો છે. પતિના જણાવ્યાં મુજબ દીપિકા સાથે રહેવા અને લગ્ન જીવન બચાવવા માટે તેણે અનેકવાર આજીજી કરી. દીપિકાના પરિવારને પણ મળ્યો. પરંતુ તેની તમામ કોશિશો બેકાર ગઈ. એટલે સુધી કે તેને તેની પુત્રીને પણ મળવા ન દેવાયો. જાે કે અમરીશે ફેમિલી કોર્ટના ચુકાદા પર સંતોષ વ્યક્ત કર્યો છે. તેનું કહેવું છે કે હવે તેને કઈક આશા મળી છે. અમરીશના પિતા હરિનાથે પણ જણાવ્યું કે તેમણે પુત્રવધુને ભણાવવા માટે કોઈ કસર ન છોડી, પરંતુ હવે તેમની સાથે પુત્રવધુએ આવું કર્યું. અમરીશ રાવતના વકીલ મહેન્દ્ર પાઠકે જણાવ્યું કે કોર્ટે ક્રુઅલ્ટીના બેસ પર કરાયેલા દીપિકાના છૂટાછેડાની અરજીને પાયાવિહોણી ગણાવીને ફગાવી દીધી છે. વકીલના જણાવ્યા મુજબ અમરીશે સેકશન-૯ હેઠળ દીપિકાને પાછી બોલાવવા માટે કેસ દાખલ કર્યો છે જે વિચારણાહેઠળ છે.

File-02-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *