Uttar Pradesh

The Kerala Story યુપીમાં ટેક્સ ફ્રી, બંગાળમાં પ્રતિબંધ, CM યોગી કેબિનેટ સાથે જાેશે ફિલ્મ

ઉત્તર પ્રદેશ
પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ધ કેરાલા સ્ટોરી ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યા બાદ આજે ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકારે આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ સીએમ યોગી પોતાની કેબિનેટ સાથે ફિલ્મની સ્પેશિયલ સ્ક્રિનિંગ જાેવાના છે. મુખ્યમંત્રીએ ટ્‌વીટ કરીને કહ્યું કે ધ કેરાલા સ્ટોરી યુપીમાં ટેક્સ ફ્રી કરવામાં આવશે. આ અગાઉ ફિલ્મના ડાઈરેક્ટરે કહ્યું કે કેરાલા સ્ટોરીને યુપીમાં ટેક્સ ફ્રી કરવામાં આવશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોાતના મંત્રીમંડળ સાથે ફિલ્મની વિશેષ સ્ક્રિનિંગ જાેઈ શકે છે. આ અગાઉ પ્રદેશના ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકે એક ચૂંટણી રેલી દરમિયાન કહ્યું હતું કે ફિલ્મને લઈને જાે કોઈ પ્રસ્તાવ આવશે તો યુપી સરકાર ધ કેરાલા સ્ટોરીને ટેક્સ ફ્રી કરી દેશે. પીએમ મોદીએ ૫મી મેના રોજ આ ફિલ્મને આતંકી ષડયંત્રોને સામે લાવવાનો શ્રેય આપ્યો હતો. તેમણે કર્ણાટકમાં એક ચૂંટણી રેલીમાં ફિલ્મનો ઉલ્લેખ કરતા કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. બીજી બાજુ સીએમ શિવરાજ સિંહ ચૌહાણે પણ મધ્ય પ્રદેશમાં ધ કેરાલા સ્ટોરીને ટેક્સ ફ્રી કરી નાખી છે. યુપી ભાજપ સચિવ અભિજાત મિશ્રાએ ગત શનિવારે લગભગ ૧૦૦ વિદ્યાર્થીઓ માટે આ ફિલ્મનું સ્ક્રિનિંગ આયોજિત કર્યું હતું. આ માટે તેમણે એક થિયેટર પણ બુક કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે યુવા છોકરીઓને કથિત લવ જેહાદથી બચાવવા માટે આ ફિલ્મ બતાવવી જાેઈએ. તેમણે કહ્યું કે આ ફિલ્મ સાચી ઘટનાઓ પર આધારિત છે. જેમાં એ વાતને સ્પષ્ટ રીતે દેખાડવામાં આવી છે કે કેવી રીતે બાળકીઓને ફોસલાવીને તેમનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે. સીએમ મમતા બેનર્જીએ પ્રદેશમાં ધ કેરાલા સ્ટોરી પર તત્કાળ પ્રતિબંધ લગાવ્યો તેને લઈને ભાજપ અને ટીએમસી પર વાર પલટવાર થયો. મમતા સરકારનો તર્ક છે કે ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાં આવ્યો જેથી કરીને નફરત અને હિંસાની કોઈ પણ ઘટનાને ટાળી શકાય. આવામાં બંગાળમાં જાે કોઈ પણ થિયેટરમાં આ ફિલ્મ દેખાડવામાં આવશે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે આ ફિલ્મમાં તથ્યોને તોડી મરોડીને રજૂ ક રાયા છે. તેનો ઉદ્દેશ્ય ફકત કેરળને બદનામ કરવાનો છે. બીજી બાજુ ભાજપે મમતા સરકારના આ પગલાં વિરુદ્ધ અવાજ ઉઠાવતા રાજ્ય સરકાર પર પોતાની રાજનીતિ ચમકાવવા માટે આ પગલું ભર્યું હોવાનો આરોપ લગાવ્યો છે. મમતા બેનર્જીએ માર્ક્‌સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (માકપા) પર નિશાન સાધતા કહ્યું ક તેઓ પણ ભાજપ સાથે ભળેલા છે. કારણ કે કેરળમાં સરકાર હોવા છતાં તેમણે ફિલ્મનો વિરોધ કર્યો નથી.

File-01-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *