લખનઉ
ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં ખેલો ઈન્ડિયા યૂનિવર્સિટી ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. ગુરુવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તેનું વર્ચુઅલ ઉદ્દઘાટન કરવામાં આવ્યુ હતુ. આ ઉદ્દઘાટન સમારોહમાં પરફોર્મ કરવા માટે સિંગર કૈલાશ ખેર પણ પહોંચ્યા હતા. પોતાના અવાજથી સૌને મંત્રમુગ્ધ કરી દેતા કૈલાશ ખેર આ કાર્યક્રમાં રૌદ્ર સ્વરુપમાં જાેવા મળ્યા હતા. જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જાેઈ શકાય છે કૈલાશ ખેર લોકો વચ્ચે જઈને પરફોર્મ કરી રહ્યા છે. તેમની આજુબાજુ કેટલાક કમાન્ડો પણ છે. તે બધા વચ્ચે કોઈક કારણસર ગુસ્સામાં આવીને કૈલાશ ખેર ન બોલવાનું બોલી દે છે. કૈલાશ ખેર એ કહ્યું હતું કે, હોશિયારી બતાવી રહ્યા છો, પહેલા શિસ્ત શીખો. એક કલાક અમને રાહ જાેવડાવી. શું છે આ ખેલો ઈન્ડિયા ? કોઈને કામ કરતા આવતું નથી. જાેકે, ત્યાર બાદ કૈલાશ ખેર એ શાનદાર પરફોર્મન્સ કર્યું. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
