Uttar Pradesh

મુસ્લિમ છોકરીએ ઘરબાર છોડી હિન્દુ છોકરા સાથે મંદિરમાં ફેરા ફર્યા

ઉત્તરપ્રદેશ
સીતાપુરના રામપુર મથુરા પોલીસ સ્ટેશન ક્ષેત્રના બિસેસરની રહેવા વાળી મુસ્લિમ યુવતી રુબિયાનો લગભગ બે વર્ષથી થાનગાવ પોલીસ સ્ટેશન ક્ષેત્રના મેઉડી સેવલીયા નિવાસી હિન્દુ યુવક પ્રદીપ યાદવ સાથે પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો હતો. આ રુબિયાના ઘરના લોકો આ સબંધના વિરોધમાં હતા. પરંતુ રુબિયા પ્રદીપ સાથે લગ્ન કરવા માટે જીદ્દ પર અડેલી હતી. જ્યારે ફૐઁ સભ્યોને રૂબિયા અને પ્રદીપના લગ્નમાં સમસ્યાઓની જાણ થઈ ત્યારે તેઓ રૂબિયાના ગામ પહોંચ્યા અને પોલીસની મદદથી મંદિરમાં તેમના લગ્ન કરાવ્યા. ફૐઁના ધર્માચાર્ય પ્રમુખ આચાર્ય દીપક મિશ્રાએ મંત્રોચ્ચાર કર્યા હતા. બંનેને સુખી દામ્પત્ય જીવન માટે આશીર્વાદ આપ્યા.આ લગ્ન પહેલા રૂબિયાએ પોતાનું નામ બદલીને રજની રાખ્યું હતું. લગ્ન હિંદુ રીતિ-રિવાજ મુજબ થયા હતા. દરમિયાન પ્રદીપે રૂબિયા ઉર્ફે રજનીના માથામાં સિંદૂર ભર્યું અને અગ્નિને સાક્ષી માનીને સાત ફેરા લીધા. ત્યાં હાજર વ્યક્તિએ આ લગ્નનો વીડિયો પણ બનાવ્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પ્રદીપ અને રૂબિયાએ એકબીજાને વરમાળા પહેરાવી. વરમાળા પહેરાવતાની સાથે જ મંદિર પરિસર તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્‌યું. પ્રદીપના પરિવારજનો સહિત આસપાસના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જાેકે રૂબિયાના પરિવારના સભ્યો હાજર રહ્યા ન હતા. રૂબિયાના પરિવારે તેમની પુત્રીને છોડી દીધી અને સંબંધો તોડી નાખ્યા. અવધ પ્રાંતના વિશ્વ હિન્દુ પરિષદના વિભાગ પ્રમુખ વિપુલ પ્રતાપ સિંહે જણાવ્યું કે બંને પ્રેમી યુગલ એકબીજાને પ્રેમ કરે છે. બંને લગ્ન કરવા માંગતા હતા, પરંતુ યુવતીના પરિવારજનો બળજબરીથી તેના લગ્ન અન્ય જગ્યાએ કરાવી રહ્યા હતા. માહિતી મળતાં જ પોલીસની મદદથી બંનેએ હિંદુ રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કરી લીધા.

File-01-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *