લખનૌ
ભારતમાં કોરોના ફેલાવાના મુખ્ય કારણો જણાવવામાં આવ્યા છે. કાશી હિન્દુ વિશ્વવિદ્યાલય અને કલકત્તા વિશ્વવિદ્યાલયના પ્રોફેસરોએ એક શોધ કરી છે. આ શોધમાં જાણવા મળ્યું છે કે, પંજાબમાં ખેડૂત આંદોલન દરમ્યાન સૌથી વધારે કોરોનાન કેસ સામે આવ્યા. બીએચયૂમાં જંતુ વિજ્ઞાન વિભાગના પ્રોફેસર જ્ઞાનેન્દ્ર ચૌબેએ જણાવ્યું કે, તે સમયે અમે એક એવી શોધ કરી હતી, જેમાં કોરોના વાયરસના અલ્ફા વૈરિએન્ટ બ્રિટેનથી આવ્યો હતો. તે વેરિએન્ટ પર જ કામ થઈ રહ્યું છે. આ શોધમાં કાશી હિન્દુ વિશ્વવિદ્યાલયના જંતુ વિજ્ઞાન વિભાગના વૈજ્ઞાનિક પ્રોફેસર જ્ઞાનેશ્વર ચૌબે અને કલકત્તા વિશ્વવિદ્યાલયમાં સહાયક પ્રોફેસર ડોક્ટર રાકેશ તમાંગે ભાગ લીધો હતો. સાથે જ આ શોધમાં અમૃતા વિશ્વવિદ્યાપીઠમ કેરલમાં એસોસિએટેડ પ્રોફેસર ડોક્ટર પ્રશાંત સુરવઝાલાની સાથે કેટલાય વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, કોરોનાના સૌથી વધારે કેસ ખેડૂત આંદોલનના કારણે વધ્યા હતા. પ્રોફેસર ચૌબેએ જણાવ્યું કે, અલ્ફા વેરિએન્ટ આ એવો વેરિએન્ટ હતો, જે બાદ જ આપણે ત્યાં ખતરનાક લહેર શરુ થઈ. અહીંથી કોરોનાના કેસો વધવાનું શરુ થયું. તેનો પ્રચાર પ્રસાર ખૂબ જ ઝડપી થઈ રહ્યો હતો. આ શોધમાં અમારા લોકોનો એ ટાર્ગેટ હતો કે, ભારતમાં કોરોનાની લહેર કેવી રીતે આવી? આટલી ઝડપથી કોરોનાના કેસ કેવી રીતે ફેલાયા? પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં આવવાના શરુ થયાં. પ્રોફેસરે જણાવ્યું કે, જ્યારે સૌથી પહેલા આ વેરિએન્ટ બ્રિટેનમાં જાેવા મળ્યો હતો. તેમાં એ તથ્ય સામે આવ્યું કે, જે લોકો ફ્લાઈટથી મુસાફરી કરીને આવ્યા હતા. તેમાં કોરોનાના લક્ષણ દેખાઈ રહ્યા હતા. ત્યાર બાદ પ્રોફેસરે જણાવ્યું કે, દિલ્હી, પંજાબ અને હરિયાણા જેવા રાજ્યોમાં આ વેરિએન્ટના કેસ આવવાના શરુ થઈ ગયા હતા.
