West Bengal

કોલકાતા હાઈકોર્ટે પરેશ રાવલની બંગાળીઓ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીમાં હ્લૈંઇ રદ કરી

કોલકાતા
કોલકાતા હાઈકોર્ટે સોમવારે અભિનેતા પરેશ રાવલ સામે ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી-માર્કસિસ્ટ (ઝ્રઁૈં-સ્)ના પશ્ચિમ બંગાળ એકમના સચિવ મોહમ્મદ સલીમ દ્વારા દાખલ કરવામાં આવેલી હ્લૈંઇ રદ કરી હતી. આ હ્લૈંઇમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, પદ્મશ્રી પુરસ્કાર વિજેતા રાવલે બંગાળી સમુદાય વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી. કોર્ટે નોંધ્યું હતું કે, રાવલે, જેમણે હ્લૈંઇને રદ કરવાની માંગ કરતી અરજી દાખલ કરી હતી, તે પહેલાથી જ સ્પષ્ટતા આપી ચૂકી છે અને સંબંધિત ટિપ્પણી માટે માફી માંગી ચૂકી છે. જસ્ટિસ રાજશેખર મંથાએ મામલાના તમામ પાસાઓ પર વિચાર કર્યા પછી હ્લૈંઇ રદ કરી અને કહ્યું કે, આગળની કાર્યવાહી ચાલુ રાખવી તે યોગ્ય નથી. ભારતીય જનતા પાર્ટી (મ્ત્નઁ)ના ભૂતપૂર્વ સાંસદ રાવલે તેમની અરજીમાં કહ્યું હતું કે, ગયા વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન ૨૯ નવેમ્બરે ગુજરાતી ભાષામાં તેમના ભાષણનું રાજકીય વેર માટે ખોટું અર્થઘટન કરવામાં આવ્યું હતું અને તેનો અનુવાદ કરવામાં આવ્યો હતો. રાવલે કહ્યું કે, તેમણે તેમના નિવેદનની સ્પષ્ટતા કરી હતી અને ૨ ડિસેમ્બરે માફી માંગી હતી, તે જ તારીખે સલીમે કોલકાતાના તાલતલા પોલીસ સ્ટેશનમાં હ્લૈંઇ નોંધાવી હતી.

File-01-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *