કોલકતા
ગંગાસાગર મેળાની તૈયારીઓ શોરશોરથી ચાલી રહી છે મકરસંક્રાંતિ પર સ્નાન પર એકત્રિત થનારી ભીડને કોઇ મુશ્કેલી ન થાય તેનો ખ્યાલ રાખવા મોટાપાયા પર તૈયારીઓ ચાલી રહી છે.તૈયારીઓની સમીક્ષા લેવા ખુદ મુખ્યમંત્રી મમતા બેનર્જી ૨ જાન્યુઆરીએ ગંગાસાગર જશે. બ્લ્યુ અને સફેદ રંગ પશ્ચિમ બંગાળ સરકાર એટલે કે મુખ્યમંત્રીનો પસંદગીનો રંગ છે. માર્ગો પર લાગેલ ગ્રિલ અને સરકારી ઇમારતો ત્યાં સુધી કે પાણીના જહાજાેને પણ બ્લ્યુ સફેદ રંગેથી રંગવાનું કામ અંતિમ તબક્કામાં છે.લિલુઆના ટીએમસીના નેતા સુમિત સિંહ કહે છે કે મમતા દીદી પણ બ્લ્યુ બોર્ડરની સફેદ સાડી પહેરે છે.તેમને આ પસંદ છે.તેમણે જાહેરાત પણ કરી છે કે જાે ખાનગી મકાન પણ બ્લ્યુ સફેદથી રંગાવશે તેમના મકાનના ટેકસમાં રાહત આપવામાં આવશે. ગંગાસાગર સ્નાન મહાકુંભ સ્નાન બાદ બીજુ મહત્વપૂર્ણ સ્નાન માનવામાં આવે છે.અહીં જળ માટી અને અંતરિક્ષમાં પણ મોક્ષ મળે છે. સનાતન ધર્મના પુરાણોમાં અહીં સ્નાનનું અલગ મહત્વ બતાવવામાં આવ્યું છે.અહીં ગંગા ઉત્તરાખંડના ગૌમુખથી નિકળી સાગરમાં મળે છે.અહીં સાગર અને ગંગાનું મિલન સ્થાન છે.આથી મિલન તીર્થના નામથી પણ બંગાળના લોકો જાણે છે. બંગાળ સરકાર આ તીર્થ પર ખુબ ધ્યાન આપી રહી છે સુવિધાઓના કારણે વર્ષોથી યાત્રી સ્નાન દર્શન પુજન માટે આવે છે આઠ દસ સ્ટીમર રાત દિવસ મકરસંક્રાંતિ પર યાત્રીઓને તે પાર અને આ પાર લાવે છે અને લઇ જાય છે.સ્ટીમરોની સંખ્યા વધારવામાં આવશે સ્ટીમર ચાલક અમિતકુમારે કહ્યું કે પહેલા મકરસંક્રાંતિ પ્રસંગ પર જ તમામ વ્યવસ્થા કરવામાં આવતી હતી આથી કહેવામાં આવે છે કે સારે તીર્થ બારબાર ગંગા સાગર એક બાર