કોલકાતા
પશ્ચિમ બંગાળના પૂર્વા મેદિનીપુર જિલ્લાના એગ્રામાં ક્રેકર ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં નવ લોકોના મોત થયા હતા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. સમાચાર એજન્સી છદ્ગૈંના અહેવાલ મુજબ, આગ્રાના પૂર્વ મિદનીપુરમાં ગેરકાયદે બોમ્બ બનાવવાની ફેક્ટરીમાં જાેરદાર વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં મૃત્યુઆંક ૯ પર પહોંચ્યો છે. પોલીસે જણાવ્યું કે, વિસ્ફોટ બાદ ફેક્ટરીની ઇમારત ધરાશાયી થઈ ગઈ. પોલીસ હાલમાં વિસ્ફોટનું કારણ જાણવા તપાસ કરી રહી છે. તે જ સમયે, એક પોલીસ અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે, વિસ્ફોટની અસર એટલી જબરદસ્ત હતી કે બિલ્ડિંગમાં ચાલતી ફેક્ટરી ધરાશાયી થઈ ગઈ. રાજ્યના પર્યાવરણ મંત્રી માનસ રંજન ભુનિયાએ વિસ્ફોટની પુષ્ટિ કરી અને પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, સરકાર અસરગ્રસ્તોની મદદ માટે પગલાં લેશે. પોલીસ અધિકારીએ કહ્યું, “આ એક ઘરની અંદર થયું જ્યાં ફટાકડાનું ઉત્પાદન એકમ ચાલતું હતું. કેસની તપાસ કરવામાં આવી રહી છે.” ગ્રામજનોએ પીટીઆઈને જણાવ્યું કે, આખું ઘર ‘યુદ્ધ ક્ષેત્ર’ જેવું લાગતું હતું. પશ્ચિમ બંગાળના ઝ્રસ્ મમતા બેનર્જીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે, અને દરેક મૃતકના પરિવારને ૨.૫ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ સાથે તેમણે મફત સારવાર અને ઘાયલોને ૧ લાખ રૂપિયા આપવાની પણ જાહેરાત કરી હતી.