કોલકાતા
પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. રવિવારે પશ્ચિમ બંગાળના બારોસાઈ રેલવે સ્ટેશન પાસે વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેના કારણે બારીના કાચ તૂટી ગયા છે. વંદે ભારત ટ્રેન હાવડાથી ન્યૂ જલપાઈગુડી આવી રહી હતી. બીજી તરફ પથ્થરમારાની માહિતી મળતા જ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને મામલાની તપાસ શરૂ કરી છે. વંદે ભારત ના ઝ્ર૧૪ કમ્પાર્ટમેન્ટ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનાને કારણે ટ્રેનને બોલપુર સ્ટેશન પર લાંબા સમય સુધી રોકવી પડી હતી. જાે કે રાહતની વાત એ છે કે કોઈ મુસાફરને ઈજા થઈ નથી. આ હુમલો ૨ જાન્યુઆરીએ માલદા જિલ્લામાં થયો હતો. ભાજપે હુમલાની એનઆઇએ તપાસની માંગ ઉઠાવી હતી. તે જ સમયે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટનાને નકારી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં નહીં પરંતુ બિહારમાં વંદે ભારત પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમણે જુઠ્ઠાણા ફેલાવવાનું કામ પણ કર્યું છે. તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આપણા રાજ્યને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કોઈપણ રીતે, વંદે ભારત કોઈ નવી ટ્રેન નથી, તે જૂની ટ્રેન છે, જેમાં નવું એન્જિન લગાવવામાં આવ્યું છે. આ હુમલા બાદ એક જ સપ્તાહમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ત્રણ ઘટનાઓ સામે આવી છે. આ અગાઉ ૨ જાન્યુઆરીએ માલદા નજીક વંદે ભારત ટ્રેન પર અને ૩ જાન્યુઆરીએ ફણસીદેવ પાસે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ૩ જાન્યુઆરીએ પથ્થરમારાના કેસમાં પોલીસે ત્રણ સગીરોને કસ્ટડીમાં લીધા હતા. ૩ જાન્યુઆરીએ કિશનગંજમાં હાવડાથી નવી જલપાઈગુડી વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થયો હતો. ૩૦ ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાવડા દ્ગત્નઁ વંદે ભર ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. કિશનગંજના એસપી ડૉ. ઈનામુલ હકે ગુરુવારે આ મામલે એક પ્રેસ રિલીઝ જાહેર કરી હતી અને જણાવ્યું હતું કે, રેલ્વે અધિકારીઓએ પથ્થરમારાની માહિતી આપી હતી. આ પછી મામલાની તપાસ શરૂ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન, સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી હતી અને જાણવા મળ્યું હતું કે, વંદે ભારત ટ્રેન પર ચાર છોકરાઓએ પથ્થરમારો કર્યો હતો. આ પછી, પોલીસે પોથિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચારમાંથી ત્રણ સગીરોને કસ્ટડીમાં લીધા અને તેમને જુવેનાઇલ જસ્ટિસ કાઉન્સિલ સમક્ષ રજૂ કરવા માટે મોકલી દીધા છે.