કોલકતા
કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ વિકાસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે તમામ ક્ષેત્રોમાં તૃણમૂલ કોંગ્રેસનો વ્યાપાક ભ્રષ્ટ્રાચાર વાસ્તવમાં ભાજપને પશ્ચિમ બંગાળમાં એક મજબુત, સારી અને મોટાપાયા પર સ્વીકાર્ય વિકલ્પના રૂપમાં ઉભરવામાં મદદ કરી રહ્યો છે. કરોડો રૂપિયાના શિક્ષક ભરતી કૌભાંડના સંદર્ભમાં પ્રધાને કહ્યું કે આ દુર્ભાગ્યપૂર્ણ છે કે જે રાજયને કયારેક સરસ્વતીની પવિત્ર ભૂમિ માનવામાં આવતી હતી ત્યાં શિક્ષાના ક્ષેત્રમાં આટલો મોટું કૌભાંડ થયું છે. આગામી પંચાયત ચુંટણી અને આગામી વર્ષ યોજાનાર સામાન્ય ચુંટણીને ધ્યાનમાં રાખતા ભાજપની રણનીતિ હેઠળ ધર્મેન્દ્ર પ્રધાન પશ્ચિમ બંગાળના પ્રવાસ પર છે.કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે રાજય સરકારનું સૌથી જધન્ય પાપ મા સરસ્વતીની વરદાની આ પવિત્ર ભૂમિમાં શિક્ષાના ક્ષેત્રમાં ભ્રષ્ટ્રાચાર કરવાનો છે.શિક્ષકોની નિયુક્તિથી લઇ મિડ ડે મીલના અમલ સુધી દરેક જગ્યા પર મોટા પાયા પર ભ્રષ્ટ્રાચાર થયો છે. તેમણે કહ્યુ ંકે તે વિદ્યાની દેવીની પુજા કરતા નથી તે ભ્રષ્ટ્રાચારમાં અને પૈસા કમાવવાનું માધ્યમ માને છે બંગાળના લોકો ટીએમસીને કયારેય માફ કરશે નહીં તપાસથી બધુ સામે આવી ગયું છે.પ્રધાને દાવો કરતા કહ્યું કે આ મોટાપાયા પર ભ્રષ્ટ્રાચારના કારણે ભાજપ રાજયમાં એક મજબુત,સારી અને ખુબ હદ સુધી સ્વીકાર્ય વિકલ્પના રૂપમાં ઉભરી રહી છે.કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે રાજયમાં ભાજપને લઇ ઉત્સાહ ૨૦૧૯ની લોકસભા ચુંટણી પહેલા ઉત્સાહથી ખુબ વધુ છે.આથી અમે રાજયમાં પહેલાથી વધુ નિયમિત રીતે આવી રહ્યાં છીએ