કોલકતા
તૃણમૂલ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ગુજરાતની બે કંપનીઓએ રશિયન તેલની આયાત કરી તેને યુરોપિયન યુનિયનને ઊંચા ભાવે વેચી બમ્પર નફો કર્યો છે. વિદેશ મંત્રી એસ જયશંકરને લખેલા પત્રમાં તૃણમૂલના રાજ્યસભા સાંસદ જવાહર સિરકારે આ અંગે સ્પષ્ટતા માંગી છે. પત્રમાં, તેમણે એક અજાણી કંપની, ગેટિક શિપ મેનેજમેન્ટ વિશેના અહેવાલોને પણ ફ્લેગ કર્યા છે, જે એકલા હાથે રશિયાથી આવતા અડધા તેલનું પરિવહન કરે છે. તેમના પત્રમાં સિરકરે એફટી કોમ અને ‘ધ વાયર’માં પ્રકાશિત થયેલા બે સમાચાર અહેવાલોને ટાંક્યા છે. એફટીએ ઉલ્લેખ કર્યો છે કે કેવી રીતે મુંબઈ સ્થિત એક રહસ્યમય કંપની ‘ગટિક શિપ મેનેજમેન્ટ’ એ ગયા વર્ષે અચાનક ૫૪ ઓઈલ ટેન્કર ખરીદ્યા હતા,જેથી માત્ર રશિયન ઓઈલથી ફાયદો થાય.અહેવાલનો ઉલ્લેખ કરતાં, તેમણે કહ્યું કે ભારતીય બંદરો પર આયાત કરાયેલા ૮૩ મિલિયન બેરલ “ક્રૂડ ઓઇલ અને ઓઇલ ઉત્પાદનો”માંથી, તે ૫૦ ટકાથી વધુનું પરિવહન કરે છે. જાે કે, ગટિક શિપ મેનેજમેન્ટ પર વધુ માહિતી ઉપલબ્ધ નથી, કોર્પોરેટ બાબતોના મંત્રાલયની વેબસાઇટ પર પણ નથી. સિરકરે ફિનલેન્ડની થિંકટેંક સીઆરઇએના અહેવાલનો પણ ઉલ્લેખ કર્યો છે, જે કહે છે કે ઘણા દેશોએ રશિયન તેલની ખરીદી પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં, રશિયામાંથી તેલ ભારત સહિત પાંચ દેશોમાંથી રાઉન્ડ-અબાઉટ માર્ગે પહોંચી રહ્યું છે. તેના અહેવાલમાં, ઝ્રઇઈછ એ તે પાંચ રાષ્ટ્રો માટે “લોન્ડ્રોમેટ” શબ્દનો ઉપયોગ કર્યો છે જેમાંથી યુરોપીયન દેશો મોટા પ્રમાણમાં તેલ ખરીદે છે. ભારત ઉપરાંત તેમાં ચીન, તુર્કી, ેંછઈ અને સિંગાપોરનો સમાવેશ થાય છે. અગાઉ, ક્રૂડ ઓઈલની આયાત પર ભારતની ર્નિભરતા ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ અથવા ઓપેકના સભ્ય દેશો પર હતી. પરંતુ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ પછી, પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. યુક્રેન યુદ્ધની શરૂઆત પહેલા રશિયા ભારતમાં તેલની નિકાસ કરતો નજીવો હતો. માર્ચ ૨૦૨૨ પહેલા ભારત રશિયા પાસેથી માત્ર ૧ ટકા ક્રૂડ ઓઈલની આયાત કરતું હતું, જ્યારે એક જ વર્ષમાં આ આંકડો ૩૪ ટકા પર પહોંચી ગયો છે. જાે કે, તે સ્પષ્ટ નથી કે આમાં પુનઃ નિકાસ કરાયેલા ક્રૂડનો સમાવેશ થાય છે કે કેમ.હાલમાં, રશિયા દરરોજ આશરે ૧.૬૪ મિલિયન બેરલની તેલની નિકાસ સાથે ભારતનું નંબર વન ઓઇલ સપ્લાયર છે. આ આંકડો બે મિલિયન બેરલે પહોંચવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યસભા સાંસદે પોતાના પત્રમાં કહ્યું છે કે આ રીતે સસ્તા તેલની આયાત કરવા છતાં સામાન્ય માણસને તેનો લાભ નથી મળી રહ્યો. તેના બદલે, ગુજરાતની બે ખાનગી રિફાઇનરીઓએ આયાતી તેલની પુનઃ નિકાસ કરીને મોટો નફો મેળવ્યો છે, જ્યારે ઘણા પશ્ચિમી દેશો યુક્રેન પરના યુદ્ધની મધ્યમાં રશિયન તેલ ખરીદવા બદલ ભારતની ટીકા કરી રહ્યા છે.