કોલકાતા
પશ્ચિમ બંગાળના હાવડામાં થયેલી હિંસા બાદથી રાજનીતિ પોતાના ચરમ પર પહોંચી છે. આ વચ્ચે હવે મોટા સમાચાર સામે આવ્યા છે કે, પશ્ચિમ બંગાળના હાવડામાં રામનવમીના દિવસે થયેલી હિંસાની ઝ્રૈંડ્ઢ તપાસ કરશે. રાજ્ય સરકારે ઝ્રૈંડ્ઢ તપાસનો આદેશ આપ્યો છે. વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યુ છે. ઝ્રૈંડ્ઢના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ સહિત અનેક બ્રાન્ચ તપાસમાં સામેલ થશે. તેમાં ડીઆઈજી રેન્કના અધિકારીઓ હશે. રાજ્યની પ્રમુખ વિપક્ષી પાર્ટી બીજેપીએ હિંસા મામલે મમતા સરકાર વિરુદ્ધ મોરચો ખોલી રાખ્યો છે. સીએમ મમતા બેનર્જી પર અનેક ગંભીર આરોપ લગાવ્યા છે. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ મમતા બેનર્જી પર શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો કરનારાઓને ક્લીનચીટ આપવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, સવાલ એ છે કે, મમતા ક્યાં સુધી હિંદુ સમુદાય પર હુમલા કરતી રહેશે. હાવડામાં હિંસાને લઈને ભાજપ મમતા સરકાર પર પ્રહારો કરી રહી છે. ભાજપના નેતા શુભેંદુ અધિકારીએ પણ હાવડા હિંસામાં વિદેશી ષડયંત્ર હોવાનું જણાવીને આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી હતી. તેમણે કહ્યું હતુ કે, બંગાળમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના ભાજપના લોકસભા સાંસદ જગન્નાથ સરકારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહને પત્ર લખીને આ મામલે દ્ગૈંછ તપાસની માગણી કરી છે. તેમનું કહેવું છે કે, હિંસાના કારણો વિશે જાણકારી મળી જાેઈએ. આ માટે તેમણે કેન્દ્રીય દળોના હસ્તક્ષેપની વિનંતી કરી છે. હિંસા બાદ વિસ્તારમાં કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે અને પોલીસ દ્વારા સતત માઈકીંગ કરવામાં આવી રહ્યું છે. હાવડામાં કેટલાક અસ્થિર વિસ્તારોમાં કલમ ૧૪૪ પણ ૩ એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે. આ સિવાય હાવડાના ઘણા વિસ્તારોમાં આજે બપોરે ૨ઃ૦૦ વાગ્યા સુધી ઈન્ટરનેટ સેવાઓ બંધ છે.
