પશ્ચિમબંગાળ
પશ્ચિમબંગાળ પંચાયત ચૂંટણીમાં હિંસાના સમાચાર સામે આવ્યા હતા. આ મુદ્દે ભાજપે મમતા બેનર્જીની સરકાર પર પ્રહાર કર્યા છે. પંચાયત ચૂંટણી દરમિયાન થયેલી હિંસા અને આગચંપી પર કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે મમતા સરકારને ઘેરી હતી. આ સાથે વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ પણ કહ્યું કે, કેન્દ્રના હસ્તક્ષેપ વિના હિંસા પર કાબૂ મેળવવો શક્ય નથી. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, બંગાળનું બોમ્બ કલ્ચર ચૂંટણીમાં જાેવા મળ્યું. શું મમતા બેનર્જી આ જ ઈચ્છતા હતા? કોઈની લાશ પર મમતા બેનર્જી સત્તા મેળવવા માંગે છે. તેમણે કહ્યું કે એવું લાગે છે કે સરકારની મિલીભગતથી બોમ્બ ફોડવામાં આવી રહ્યા છે, હત્યાઓ પણ થઈ રહી છે અને મતદાન મથકો પણ લૂંટાઈ રહ્યા છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, તમે જવાબદારી કેમ નથી લઈ રહ્યા ? કાયદો અને વ્યવસ્થા રાજ્યના હાથમાં છે. લોકોને શાંત કરવા માટે બોમ્બ ફેંકવામાં આવે છે, હત્યાઓ પણ કરવામાં આવે છે. મમતા બેનર્જીમાં થોડી પણ મમતા બચી નથી. દરેક ચૂંટણીમાં હિંસાની ઘટનાઓ વધતી જ રહે છે. તો આવી લોકશાહી તો મમતા બેનર્જીને મુબારક. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, શું આપણે કોઈની હત્યા કરીને સત્તા મેળવી શકીએ છીએ, આ કેવું રાજકારણ છે? તમારી પોતાની કોઈ ઉપલબ્ધિઓ ન હોય તો તમે કેન્દ્ર સરકારના કામ પર ફોટા લગાવીને તમારી સિદ્ધિઓ ગણો છો. ચૂંટણીમાં સત્તા કબજે કરવા માટે બોમ્બ કલ્ચર દેખાઈ રહ્યુ છે. બંગાળમાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ કહ્યું કે, કેન્દ્રીય હસ્તક્ષેપ વિના બંગાળમાં હિંસા અટકશે નહીં. તૃણમૂલના નેતાઓ અને ધારાસભ્યો ચારે બાજુ ફરે છે, માત્ર શુભેન્દુ અધિકારીને રોકી રહ્યા છે. રાજ્યમાં હિંસા માટે મમતા બેનર્જી અને રાજીવ સિંહા જવાબદાર છે. આગળ તેમણે કહ્યું, હું રસ્તા પર રહીશ. પરંતુ ૩૫૫ કે ૩૫૬ કેન્દ્ર કે રાજ્યપાલના હાથમાં છે. તેઓ શક્તિશાળી છે. બાકી કેન્દ્ર સરકાર અને રાજ્યપાલ શું કરશે તે તેમના પર ર્નિભર છે.