West Bengal

મહાન ફૂટબોલર પેલે ‘બ્લેક પર્લ’નો કોલકત્તામાં છવાયો હતો જાદૂ

કોલકાતા
ઋષિકેશ મુખર્જીની ક્લાસિક કોમેડી ‘ગોલમાલ’માં ઉત્પલ દત્ત ઈન્ટરવ્યૂમાં અમોલ પાલેકરને ‘બ્લેક પર્લ’ પેલે (ઁીઙ્મી ડ્ઢૈીજ) વિશે પૂછવામાં આવ્યું હતું. આ સવાલના જવાબમાં અમોલ પાલેક કહ્યું હતું કે, ‘સાંભળવા મળ્યું છે કે, કલકત્તામાં ૩૦-૪૦ હજાર લોકો અડધી રાત્રે તેમના દર્શન કરવા માટે દમદમ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા.’ બ્રાઝિલના આ મહાન ફૂટબોલરનો કંઈક અલગ જ જાદૂ હતો. ડિએગો મારાડોનાના ‘ખુદા કે હાથ’ અને લિયોનેલ મેસ્સીનું વર્લ્ડ કપ જીતવાના સપના પહેલા બ્રાઝિલના આ ફૂટબોલરના કારણે બંગાળમાં પેલેના કારણે લોકોને ફૂટબોલની રમત ખૂબ જ પસંદ આવી રહી હતી. ૩૦ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ આ ૮૨ વર્ષીય ફૂટબોલર પેલેનું નિધન થઈ ગયું છે. ૨૦મી સદીના મહાન ફૂટબોલર પેલેને કેન્સર હતું અને તેઓ છેલ્લા કેટલા દિવસથી સાઓ પાઉલોની હોસ્પિટલમાં દાખલ હતા. ફૂટબોલર પેલેની પુત્રીએ સોશિયલ મીડિયા પર પેલેના નિધનની જાણકારી આપી છે. ૨૪ સપ્ટેમ્બર ૧૯૭૭ના રોજ ઈડન ગાર્ડંસ ખચોખચ ભીડથી ભરેલું હતું, તે સમયે પેલે ક્લબના ખેલાડીઓના હુનરના કાયલ થઈ ગયા હતા. ઈસ્ટ બંગાળનો દબદબો વધતા મોહન બાગાન ચિંતિત જાેવા મળી રહ્યા હતા અને તેમણે પેલેને ગોલ કરવા દીધો ન હતો અને ૨-૧થી મેચ જીતવાની તૈયારી જ હતી. કોચ પી. કે. બેનર્જીએ ગૌતમ સરકારને પેલેને રોકવા માટેની જવાબદારી આપી હતી. ડ્રીમ મેચ માટે સરકારે કોઈપણ પ્રકારની કમી રાખી ન હતી. મોહન બાગાને સાંજે પેલેનો સમ્માન સમારોહ રાખ્યો હતો. આ સમ્માન સમારોહમાં તેમને હીરાની વીંટી આપવાની હતી, પરંતુ ‘બ્લેક પર્લ’ને ખેલાડીઓને મળવામાં વધુ રસ હતો. ગોલકીપર શિવાજી બેનર્જીએ સૌથી પહેલા તેમની સાથે મુલાકાત કરી હતી. છઠ્ઠા ખેલાડીના નામની જાહેરાત કરવામાં આવી તો લોકોની ભીડથી ઘેરાયેલા પેલે બેરીકેડમાંથી બહાર આવ્યા હતા અને તે ખેલાડીને ગળે લગાવ્યો હતો. ૪૫ વર્ષ બાદ પણ તેમની યાદો જળવાઈ રહી છે. પેલેએ જણાવ્યું કે, ‘તુ ૧૪ નંબરની જર્સીવાળો છે, જેણે મને ગોલ કરવા દીધો ન હતો. હું ખૂબ જ સ્તબ્ધ રહી ગયો.’ શિવાજી બેનર્જીએ જણાવ્યું કે, ‘ચુન્નીદા (ચુન્ની ગોસ્વામી) પણ મારી પાસે ઊભા હતા અને તેમણે પણ આ વાત સાંભળી હતી. તેમણે મને કહ્યું કે, ગૌતમ હવે ફૂટબોલ રમવાનું છોડી દે. આવા વખાણ સાંભળ્યા બાદ કઈ ઉપલબ્ધિ પ્રાપ્ત કરવાની છે. મારા જીવનની આ સૌથી મોટી ઉપલબ્ધિ છે.’ આ મેચ કોલકત્તા મેદાનના ફેમસ ફૂટબોલ પ્રશાસક ધિરેન દાની કોશિશોનું પરિણામ હતું. તે સમયે મોહન બાગાનના મહાસચિવ હતા. સરકારે જણાવ્યું કે, ‘જ્યારે ધિરેન દાએ જણાવ્યું કે, પેલે આપણી સામે રમશે ત્યારે હું વિશ્વાસ જ નહોતો કરી શક્યો’. અમે તેમને કહ્યું કે, ખોટું ના બોલશો બાદમાં જાણવા મળ્યું હતું કે, આ વાત એકદમ સાચી છે. અમારી રાતોની નીંદર ઊડી ગઈ હતી. ત્રણ સપ્તાહ પહેલેથી જ તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. તે મેચમાં શ્યામ થાપાએ પહેલો ગોલ કર્યો હતો. શ્યામ થાપા જણાવે છે કે, ‘પેલે સામે મેચ રમવા માટે હું ઈસ્ટ બંગાળમાંથી મોહન બાગાનમાં આવ્યો હતો. આ મેચના કારણે અમારું નસીબ બદલાઈ ગયું હતું.’ મોહન બાગાને આ મેચના ચાર દિવસ બાદ ૈંહ્લછ શીલ્ડ ફાઈનલમાં ઈસ્ટ બંગાલને હરાવ્યું હતું. ત્યારબાદ રોવર્સ કપ અને ડૂરંડ કપ પણ જીત્યો હતો. સાત વર્ષ પહેલા દુર્ગાપૂજા દરમિયાન પેલે બંગાળ આવ્યા હતા, પરંતુ તે સમયે તેમના હાથમાં લાકડી હતી. વધતી ઉંમરે પણ તેમની દીવાનગી ઓછી થઈ નહોતી. તેમના સપનામાં ‘પ્રિંસ ઓફ કોલકત્તા’ સૌરવ ગાંગુલી પણ શામેલ હતા. સૌરવ ગાંગુલીએ નેતાજી ઈન્ડોર સ્ટેડિયમ પર પેલેનું સ્વાગત કર્યું હતું. સ્વાગત સમારોહમાં સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું કે, ‘હું ત્રણ વર્લ્ડ કપ રમ્યો છું. વિજેતા અને ઉપવિજેતામાં ખૂબ જ મોટું અંતર છે. ત્રણ વર્લ્ડ કપ અને ગોલ્ડન બૂટ જીતવા ખૂબ જ મોટી વાત છે.’ પેલેએ જણાવ્યું હતું કે, ‘મને ભારતના લોકો ખૂબ જ પસંદ છે, આ કારણોસર મેં ભારત આવવાનું આમંત્રણ સ્વીકાર્યું છે. જાે હું કોઈપણ રીતે મદદ કરી શકું તો હું ફરીથી ભારત આવીશ.’

Page-22.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *