International

અમેરિકાની એક શાળામાં શિક્ષકે જબરજસ્તીથી બાળકો પાસે લખવડાયો આ વિષય પર નિબંધ

વોશિંગ્ટન
શિક્ષક વિશે કહેવાય છેકે, શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદમેં પલતે હૈ. મહાન ગુરુ ચાણક્યએ કહેલું આ વાક્ય સાચું જ છે. પણ જ્યારે એજ શિક્ષક સારી બાબતોને બદલે જ્યારે વિદ્યાર્થીઓને ખરાબ બાબતોનું જ્ઞાન આપવા લાગે છે ત્યારે બાળકોના માનસ પર તેની ખરાબ અસર પડે છે. અને સમાજ જીવનમાં તેની ખુબ જ વિપરીત અસરો જાેવા મળે છે. હાલમાં જ એક ટીચરે કરેલાં કૃત્યથી આવું જ કંઈક બન્યું છે જેને કારણે ફરી એકવાર શિક્ષણ જગતને લાંચ્છન લાગ્યું છે. ફરી એકવાર ગુરુના નામને પ્રતિમાને લાંચ્છન લાગ્યું છે. બન્યું એવું કે, સ્કૂલ ટીચરે વિદ્યાર્થીઓને સેક્સ્યુઅલ ફેન્ટેસી એટલેકે, જાતીય પરિકલ્પનાઓ પર નિબંધ લગવા આપ્યો. ટીચરે દરેક વિદ્યાર્થીઓ પાસે જબરદસ્તી આ વિષય પર નિબંધ લગાવ્યો. વિદ્યાર્થીઓ જાતીય પરિકલ્પનાઓ પર નિબંધ લખી લાવ્યાં અને પછી થઈ બબાલ. સમગ્ર વિશ્વમાં લૈંગિક શિક્ષણ વિશે ઘણી ચર્ચાઓ છે. જાે કે આ અંગે ઘણા દેશોમાં પહેલ પણ કરવામાં આવી રહી છે. આ દરમિયાન અમેરિકાની એક શાળામાંથી એક ખૂબ જ વિચિત્ર ઘટના સામે આવી છે જ્યારે એક શાળાના શિક્ષકે બાળકોને તેમની ‘સેક્સ્યુઅલ ફેન્ટસી’ પર નિબંધ લખવાનું કહ્યું હતું. પરંતુ જ્યારે બાળકોએ ઘરે પહોંચીને તેમના માતા-પિતાને આ અંગે જણાવ્યું ત્યારે હોબાળો મચી ગયો હતો. આ મામલો શાળા પ્રશાસન સુધી પહોંચ્યો હતો. ઘણાં બાળકોએ ચુપચાપ આ અંગે લેખ લખીને આપી દીધો. પણ ઘણાં બાળકોએ તો ઘરે માતા-પિતા બેઠાં હતાં ત્યારે સામેથી તેમની પાસે જઈને સ્કૂલમાં આ પ્રકારના ધાંધિયા ચાલે છે એવી વાત કરી. જેને કારણે હોબાળો મચી ગયો. વાસ્તવમાં, આ ઘટના અમેરિકાના ઓરેગોનની એક સ્કૂલની છે. ડેઈલી સ્ટારના એક અહેવાલ અનુસાર, આ શાળાના શિક્ષકે વિદ્યાર્થીઓને તેમની ‘સેક્સ્યુઅલ ફેન્ટસી’ વિશે લખવા કહ્યું. તેમણે બાળકોને તેમની જાતીય કલ્પનાઓ શું છે તે લખવા પણ કહ્યું. રિપોર્ટ અનુસાર આ સ્કૂલનું નામ ચર્ચિલ હાઈ સ્કૂલ છે. આ શાળામાં આરોગ્ય વિભાગના વિદ્યાર્થીઓને તે જ વિભાગના શિક્ષક દ્વારા આ સોંપણી પૂર્ણ કરવાની કામગીરી સોંપવામાં આવી હતી. બાય ધ વે, આ શિક્ષકનું નામ ર્કિક મિલર છે. તેમણે પોતે બાળકોને આ સોંપણી આપી છે. શિક્ષકે વર્ગમાં કહ્યું કે આ સોંપણી બધા બાળકો માટે છે. આ પછી, બાળકોએ પણ આ અસાઇનમેન્ટ પર કામ કરવાનું શરૂ કર્યું અને જ્યારે તેઓ ઘરે પહોંચ્યા, ત્યારે તેમાંથી ઘણાએ તેમના માતાપિતાને આ વિશે જણાવ્યું. આ પછી ફરીથી હોબાળો થયો. આટલું જ નહીં, કેટલાકે એસાઈનમેન્ટની તસવીર ઓનલાઈન શેર કરી અને ઘણા પેરેન્ટ્‌સે એસાઈમેન્ટ આપવા બદલ સ્કૂલ ટીચર અને સ્કૂલ બંનેની ટીકા કરી. તેના પર એક વાલીએ કહ્યું કે શિક્ષકે તેને તેની ‘સેક્સ્યુઅલ ફેન્ટસી’ લખવા કહ્યું હતું, આના પર ગુસ્સો ન કરવો તો શું કરવું. આ બાબતે તે વ્યક્તિએ ધમકી પણ આપી હતી કે જાે શિક્ષક સામે કાર્યવાહી નહીં થાય તો તે મામલો પોલીસમાં લઈ જશે. તેમણે કહ્યું કે કોઈપણ શિક્ષકને બાળક પાસેથી આ પૂછવાનો અધિકાર નથી. હાલ આ બાબતને લઈને હોબાળો શાળા પ્રશાસન સુધી પહોંચ્યો છે. બાચ સ્કૂલની મુખ્ય શિક્ષિકા મિસી કોલે આ મામલે વાલીઓને પત્ર લખ્યો છે. આ પત્રમાં, તેમણે કહ્યું કે આ અસાઇનમેન્ટને વર્ગના અભ્યાસક્રમમાંથી કાઢી નાખવામાં આવ્યું છે અને હવેથી તે વિદ્યાર્થીઓના ગ્રેડનો ભાગ રહેશે નહીં.

File-01-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *