મેલબોર્ન
ઓસ્ટ્રેલિયામાં ફરી એકવાર હિન્દુ મંદિરને ધમકી આપવાનો મામલો સામે આવ્યો છે. મેલબોર્નમાં એક હિંદુ મંદિરને ધાર્મિક કાર્યક્રમો રદ કરવાની અને પરિણામ ભોગવવાની ધમકી મળી છે. ઓસ્ટ્રેલિયા ટુડેના અહેવાલ મુજબ, મેલબોર્નના ઉત્તરીય ઉપનગર ક્રેગીબર્નમાં કાલી માતા મંદિરના પૂજારીને મંગળવારે ધમકીભર્યો ફોન આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ફોન કરનાર પંજાબીમાં વાત કરી રહ્યો હતો. પૂજારી ભાવનાએ જણાવ્યું કે, તેમને કોલર આઈડી પરથી કોલ આવ્યો હતો. તેણે કહ્યું કે, ફોન પર વાત કરનાર વ્યક્તિ અમૃતસર-જાલંધરમાં બોલાતી પંજાબીમાં વાત કરી રહ્યો હતો. તેણે તેમને ૪ માર્ચે એક ગાયક દ્વારા ભજનનો કાર્યક્રમ રદ કરવાની ધમકી આપી હતી. તેણે કહ્યું કે, ધમકી આપનાર વ્યક્તિના કહેવા મુજબ જે ગાયક ભજન ગાવા આવી રહ્યો છે, તે કટ્ટર હિંદુ છે. ભાવનાએ કહ્યું કે ફોન કરનારે કહ્યું કે, “ત્વાનુ પતા હૈ વો બંદા કટ્ટર હિંદુ હૈ, વો આયા તો પંગા હો જાના હૈ મંદિર તે. (તમમે ખબર છે કે, તે વ્યક્તિ કટ્ટર હિંદુ છે, જાે તે આવશે તો મંદિરમાં વિવાદ થઈ જશે.) ઓસ્ટ્રેલિયા ટુડે સાથે વાત કરતા ભાવનાએ કહ્યું કે, “મેં તેને વિનંતી કરી અને કહ્યું કે, ભાઈ આ મા કાલીનું સ્થાન છે, ગુરુ મહારાજ (ગુરુ ગોવિંદ સિંહ) પણ અહીં પૂજા કરતા હતા. શા માટે કોઈ અહીં આવીને લડાઈ કરશે? તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં ખાલિસ્તાની આંદોલનના સમર્થકો દ્વારા હિંદુ મંદિરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ વર્ષે જાન્યુઆરીમાં, થાઈ પોંગલ તહેવાર દરમિયાન કેરમ ડાઉન્સમાં શ્રી શિવ વિષ્ણુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. મેલબોર્નમાં સ્વામિનારાયણ મંદિર, વિક્ટોરિયામાં કેરમ ડાઉન્સમાં ઐતિહાસિક શ્રી શિવ વિષ્ણુ મંદિર અને મેલબોર્નમાં ઇસ્કોન મંદિરને અસામાજિક તત્વોએ ભારત વિરોધી આતંકવાદીઓનું મહિમા આપતાં ચિત્રો દોર્યા હતા. ભારતીય હાઈ કમિશને આ ઘટનાની સખત નિંદા કરી હતી અને વાંધો ઉઠાવ્યો હતો.