International

‘તિરંગા’ રોશનીથી ઝળહળ્યા ઓસ્ટ્રેલિયાના સિડની હાર્બર બ્રિજ અને ઓપેરા હાઉસ

સિડની
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે સિડની હાર્બર બ્રિજ અને ઓપેરા હાઉસને ભારતીય તિરંગાના રંગોથી ઝગમગી ઉઠ્‌યા હતા. મોદીએ બુધવારે આ પ્રતિષ્ઠિત ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીની સાથે તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષ એન્થોની અલ્બેનીઝ પણ હતા. સિડની હાર્બર બ્રિજ વિશ્વના સૌથી મોટા સ્ટીલ કમાન બ્રિજ તરીકે પ્રખ્યાત છે. તે સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટથી નોર્થ શોર સુધી ફેલાયેલો પુલ છે. તે સિડની ઓપેરા હાઉસ અને સિડની હાર્બર બ્રિજની આસપાસના વિસ્તારનું અદભૂત દૃશ્ય પ્રદાન કરે છે.ઓપેરા હાઉસ સિડનીનું સૌથી પ્રખ્યાત સીમાચિહ્ન છે. તે બહુહેતુક પર્ફોર્મિંગ આર્ટ્‌સની સ્થાપના છે. આ બિલ્ડિંગમાં રેસ્ટોરન્ટ અને પ્રોફેશનલ રેકોર્ડિંગ સ્ટુડિયો પણ છે. ૨૦૦૭માં ઓપેરા હાઉસને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટની યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું. મંગળવારે રાત્રે પશ્ચિમી સિડનીમાં એક સામુદાયિક કાર્યક્રમમાં મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, તેના એક દિવસ પહેલા બંને સ્થળોને ભારતના રાષ્ટ્રધ્વજના ત્રિરંગાથી ઝળહળવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં ૨૧ હજાર લોકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં અલ્બેનીઝ પણ મોદી સાથે હતા. મોદી અને અલ્બેનીઝ પણ બુધવારે સિડનીમાં દ્વિપક્ષીય ચર્ચા માટે મળ્યા હતા. જેણે બંને દેશો વચ્ચેની મિત્રતાને વધુ મજબૂત બનાવી હતી. પીએમ મોદીએ બુધવારે વ્યૂહાત્મક દ્વિપક્ષીય સંબંધોને ધ્યાનમાં રાખીને મજબૂત દ્વિપક્ષીય સમર્થન સુનિશ્ચિત કરવા માટે ઓસ્ટ્રેલિયાના વિરોધ પક્ષના નેતા પીટર ડટનની પ્રશંસા કરી હતી. ત્રણ દેશોના પ્રવાસના ત્રીજા અને અંતિમ તબક્કામાં મોદી અહીં ડટનને મળ્યા હતા. ડટ્ટને બંને નેતાઓની બેઠકને ‘ફળદાયી’ ગણાવી હતી.બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ તેમજ પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. મોદીએ ટ્‌વીટમાં કહ્યું, ‘તમારી સાથે ફરી મુલાકાત કરીને ખૂબ જ આનંદ થયો. ભારત-ઓસ્ટ્રેલિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી માટે તમે દ્વિપક્ષીય સમર્થન સુનિશ્ચિત કરી રહ્યાં છો. વર્ષ ૨૦૨૦માં બંને દેશો વચ્ચેના સંબંધો નવા સ્તરે પહોંચ્યા હતા. તેમના સંબંધોને નવા સ્તરે લઈ જતા, બંને દેશોએ ‘વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી’માં પ્રવેશ કર્યો અને ચીન સાથેના તેમના ઠંડા સંબંધોની પૃષ્ઠભૂમિમાં, લશ્કરી થાણા સુધી પારસ્પરિક પહોંચ માટે સીમાચિહ્નરૂપ સોદા સહિત મુખ્ય કરારો પર હસ્તાક્ષર કર્યા. ડટન ઓસ્ટ્રેલિયાની લિબરલ પાર્ટીના સભ્ય છે.

Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *