તુર્કી
તુર્કીમાં આવેલા ભૂકંપમાં જ્યાં ૫૦ હજારથી વધારે લોકોના જીવ ગયા છે, તો વળી લાખો લોકો રાહત શિબિરમાં જગ્યા માટે ભટકી રહ્યા છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના એક રિપોર્ટ અનુસાર, દક્ષિણી તુર્કીમાં મોટા પાયે ભૂકંપથી લગભગ ત્રણ અઠવાડીયા બાદ પણ ઓમરાન અલસ્વેદ અને તેનો પરિવાર અસ્થાયી આશ્રયોમાં રહી રહ્યો છે. લાખ કોશિશ કરવા છતા પણ અધિકારિક શિબિરોમાં જગ્યા નથી મળતી. તુર્કીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભૂકંપથી બેઘર થયેલા લગભગ બે મિલિયન લોકોને ટેન્ટ, કંટેનર ઘર તથા અન્ય સુવિધામાં રાખવામાં આવી રહ્યા છે, પણ ૨૫ વર્ષિય અલસ્વેદે કહ્યું કે, તેમના વિસ્તારિક પરિવારને હજૂ સુધી સરકારી મદદનો લાભ મળ્યો નથી. સરકારી મદદ વિના હજારો પરિવારોને બે ટાઈમના ભોજન માટે ભારે મથામણ કરવી પડી રહી છે. ૨૫ વર્ષિય અલસ્વેદે જણાવ્યું કે, ભૂકંપના કારણે તેમના ઘરનો કાટમાળ થઈ ગયો છે, જેના કારણે તેમને પાડોશા એક બગીચામાં રહેવા મજબૂર થવું પડ્યું. તેમણે કહ્યું કે, સૌથી મોટી સમસ્યા ટેન્ટ છે. ૧૯ દિવસ થઈ ગયા છે અને તેમને હજૂ સુધી એક પણ ટેન્ટ નથી મળ્યો. અલસ્વેદે ટેન્ટ કેમ્પમાં જવા માટે અરજી કરી હતી, પણ તેમણે કહ્યું કે, નજીકના કેમ્પ ખચાખચ ભરેલા છે. અલસ્વેદ એ ૬૦ સીરિયાઈ લોકોમાં સામેલ છે, જે ક્ષતિગ્રસ્ત ઈમારતોમાંથી પ્લાસ્ટિક ચાદર, ધાબળા, ઈંટો અને કોંક્રિટના ટુકડાથી બનેલા ૧૧ આશ્રયમાં રેહાનલી શહેરના રસ્તા પર આવી ગયા છે. અલસ્વેદે કહ્યુ કે, તે કોજ સરકારી નંબર પર કોલ કરીને ટેન્ટ માટે પુછી રહી છે. જ્યાંથી તેમને ફક્ત નિરાશા મળી રહી છે. તો વાળા એક એનજીઓ બાળકો માટે ડબ્બામાં ભોજન, ટોયલેટ પેપર અને અમુક રમકડા લઈને આવ્યા હતા. અંટાક્યની બહાર કિરીખાન શહેરના રસ્તા પર આયસે નામની એક મહિલાએ પોતાના તૂટેલા ઘરની નજીક એક ગ્રીનહાઉસમાં રહેવા મજબૂર છે. તેમણે જણાવ્યું કે, ટેન્ટ નહી મળવાના કારણે તેમને કેટલીય મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે આગળ કહ્યું કે, ટેન્ટ નથી મળ્યો, પણ તેનાથી પણ ખરાબ હાલત અન્ય લોકોની છે, તેથી તેમને પહેલા સુવિધા મળે. આયસેએ કહ્યું કે, કમસે કમ તેમન પાસે એક ગ્રીનહાઉસ તો છે. તુર્કીના ઈમરજન્સી ડિઝાસ્ટર મેનેજમેન્ટે કહ્યું કે, તુર્કીમાં ભૂકંપ વિસ્તારમાં ૩૩૫,૦૦૦થી વધારે ટેન્ટ લગાવ્યા છે અને ૧૩૦ જગ્યા પર કંટેનર હોમ સેટલમેન્ટ્સ લગાવ્યા છે. ભૂકંપ વિસ્તારથી લગભગ ૫૩૦,૦૦૦ લોકોને કાઢી લેવામાં આવ્યા છે.


