International

બ્રિટનમાં આર્થિક મંદીના કારણે સુપરમાર્કેટમાં ચોક્કસ લિમિટનો બ્રિટન સરકારનો વિચિત્ર હુકમ

લંડન
પાડોશી દેશ પાકિસ્તાન કંગાળની પરિસ્થિતીમાં આવી ગયો છે. પાકિસ્તાનમાં તો અનાજ અને શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. અન્ય દેશોની પણ આવી જ સ્થિતિ જાેવા મળી રહી છે. ત્યારે એક સમૃદ્ધ દેશની પણ વિચિત્ર તસવીર સામે આવી છે. અહીં શાકભાજી કિલોના ભાવે નહીં પરંતુ નંગ પર મળે છે.. ત્યારે ત્યાંની સ્થાનિક જનતા હેરાન પરેશાન થઈ ગઈ છે. અને આવામાં જાે મીડિયા રીપોર્ટસ અનુસાર જાે તમને જણાવીએ તો, બ્રિટનના સૌથી મોટા સુપરમાર્કેટ એલ્ડી, મોરીસન, અસદા અને ટેસ્કોએ શાકભાજીની ખરીદી પર મર્યાદા નક્કી કરી છે. જાે કોઈ વ્યક્તિએ આ બજારોમાં જઈને શાકભાજી ખરીદવી હોય તો તેને નિયત મર્યાદામાં શાકભાજી ખરીદવી પડશે. જાે કોઈ વ્યક્તિ નિયત મર્યાદાની બહાર શાકભાજી ખરીદવાનો પ્રયાસ કરે તો તેને સ્પષ્ટ ના પાડી દેવામાં આવે છે… લોકો સુપરમાર્કેટમાં બટાકા, ટામેટાં કાકડી, ડુંગળી અને શિમલા ર્મિચ જેવી શાકભાજી ખરીદવા પહોંચી રહ્યા છે… પરંતુ મીડિયા રિપોર્ટસના અનુસાર સુપરમાર્કેટે વિચિત્ર ગાઈડલાઈન નક્કી કરી છે. જેમ કે એક વ્યક્તિ ૨થી ૩ ટામેટાં ખરીદી શકે છે… અને જાે બટાકા લેવા હોય તો તે માત્ર ૩થી ૪ જ ખરીદી શકે છે. જાે કોઈ વ્યક્તિ એક, બે કિલો બટાકા, ટામેટાં કે અન્ય શાકભાજીની માંગણી કરે તો તેને સ્પષ્ટ ના પાડી દેવામાં આવે છે. તમે જાણો છો ખરા કે, શા માટે આવી સ્થિતિ બની છે?.. તો તે જાણો.. બ્રિટનમાં આર્થિક મંદીના કારણે આ સ્થિતિ બની છે. દરેક વ્યક્તિને શાકભાજીની ઉપલબ્ધતા હોવી જાેઈએ. જેના કારણે સમગ્ર બ્રિટનમાં સુપર માર્કેટ તરફ ખાવા-પીવાની વસ્તુઓની અછત સર્જાઈ છે. લોકો વધુ શાકભાજી ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેથી જ બજારમાં શાકભાજી ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ કારણોસર શાકભાજીના ભાવમાં ખૂબ જ ઝડપથી વધારો થયો છે. એવું કહેવામાં આવ્યું છે કે બ્રિટન દેશમાં શાકભાજીના વપરાશને પહોંચી વળવા માટે ૯૦ ટકા લીલા શાકભાજી અન્ય દેશોમાંથી આયાત કરે છે. અહીં શિયાળામાં લીલા શાકભાજીનું ઉત્પાદન પણ ઘણું ઓછું થાય છે. ત્યારે દેશમાં શાકભાજીની અછત ન થાય. એટલા માટે સ્ટોક રાખવો જરૂરી છે. શાકભાજીની ખરીદીની મર્યાદા નક્કી કરવાનું આ પણ એક મોટું કારણ છે.

File-01-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *