બ્રિટેન
બ્રિટેનના ગ્રેટ યારમાઉથમાં દ્વિતિય વિશ્વ યુદ્ધ દરમિયાન એક બોમ્બ ડિફ્યૂઝ કરતી વખતે ફાટી ગયો છે. આ ધમાકો એટલો મોટો હતો કે, તેનો અવાજ કેટલાય માઈલ સુધી સંભળાયો હતો. સોશિયલ મીડિયા પર લોકોએ કહ્યું કે, જ્યારે આ ધમાકો થયો તો, ૨૪ કિમી દૂર સુધી ઈમારતોમાં ધ્રુજારી અનુભવાઈ હતી. નોરફોક પોલીસે જાણકારી આપતા કહ્યું કે, આ દુર્ઘટનામાં કોઈ ઘાયલ થયું હોય તેવી સૂચના મળી નથી. આ બોમ્બ બ્લાસ્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બીબીસી રિપોર્ટ અનુસાર, મંગળવારની સવારે ગ્રેટ યારમાઉથમાં બે ગેસ પાઈપની પાસે ઉઉ૨ દરમિયાન બોમ્બ જાેવા મળ્યો હતો. ડિવાઈસની શોધ યેરે નદી નજીક ત્રીજા ક્રોસિંગ પર કામ કરી રહેલા એક કોન્ટ્રાક્ટરે આપી હતી. જે બાદ ઈમરજન્સી ટીમે ઈમારતોમાંથી લોકોને બહાર કાઢ્યા હતા અને બોમ્બ ડિફ્યૂઝ કરવા માટે રોડને બ્લોક કરી દેવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું છે કે, બોમ્બને ડિફ્યૂઝ કરવા માટેનું કામ શરુ થઈ ચુક્યું હતું. થોડા સમય બાદ ડિવાઈસમાં વિસ્ફોટ થયો. ધમાકાનો વીડિયો કેમેરામાં કેદ થઈ ગયો. નોરફોક પોલીસે વીડિયોને ટિ્વટ કરતા લખ્યું કે, ગ્રેટ યારમાઉથમાં બોમ્બને ડિફ્યૂઝ કરવાના કામ દરમિયાન વિસ્ફોટ થઈ ગયો. અમારા ડ્રોને આ ક્ષણને કેમેરામાં કેદ કરી લીધી. અમે પુષ્ટિ કરી શકીએ છીએ કે, કોઈ ઘાયલ થયું નથી. સાર્વજનિક સુરક્ષા અમારા અંડરમાં હતી. અમે જાણીએ છીએ કે, આ ઓપરેશન કેટલું લાંબુ છે. ડિવાઈસ લગભગ ૩.૨ ફુટ લાંબો અને લગભગ ૨૫૦ કિલોગ્રામ વજનનો હતો. વિસ્તારની સુરક્ષઆ માટે બોમ્બની ચારેતરફ રેતી ભરી દેવામાં આવી હતી. નોરફોક પોલીસે કહ્યું કે, આ ધમાકામાં કોઈ ઘાયલ અથવા મોતની સૂચના નથી મળી. પણ એરિયા કમાંડરે જણાવ્યું કે, વિસ્ફોટ બાદ કેટલાય ઘરો અને કારની બારીઓ તૂટી ગઈ છે અને બ્રિઝની બાઉંડ્રી પણ ડેમેઝ થઈ છે.
