ઇમ્ફાલ
મણિપુરમાં શનિવારની સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલૉજીના જણાવ્યા મુજબ મણિપુરના ઉખરુલમાં સવારે ૬ વાગીને ૧૪ મિનિટે ભૂકંપ આવ્યો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૪.૦ માપવામાં આવી. ભૂકંપનુ ઉંડાણ ૧૦ કિમી નીચે હતુ. હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. અગાઉ દિલ્લી-એનસીઆર સહિત ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરાખંડના ઘણા ભાગોમાં ભૂકંપના જાેરદાર ઝટકા અનુભવાયા હતા. ઉત્તર પ્રદેશના શામલીમાં શુક્રવારે મોડી રાતે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૩.૨ હતી. આ પહેલા ૩૧ જાન્યુઆરીએ પણ મણિપુરમાં સવારે ભૂકંપના ઝટકા આવ્યા હતા. એ વખતે તેની તીવ્રતા ૪.૫ માપવામાં આવી હતી. ભૂકંપની માહિતી આપનાર નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલૉજીએ જણાવ્યુ કે મણિપુરનુ કામજાેં આ ભૂકંપનુ કેન્દ્ર રહ્યુ. ભૂકંપના આ ઝટકા સવારે ૧૦ વાગીને ૧૯ મિનિટે અનુભવાયા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૪.૫ રહી અને તેનુ ઉંડાણ ૬૭ કિલોમીટર રહ્યુ. તમને જણાવી દઈએ કે દુનિયામાં માઈક્રો કેટેગરી એટલે કે ૨.૦ની તીવ્રતાવાળા ભૂકંપના ૮૦૦૦ ઝટકા રોજ નોંધવામાં આવે છે. ૨.૦થી ૨.૯ તીવ્રતાવાળા ભૂકંપને માઈનર કેટેગરીમાં રાખવામાં આવે છે. આવા ૧૦૦૦ ભૂકંપ રોજ આવે છે. નોંધનીય છે કે ધરતીકંપ આવવાનું સૌથી મોટુ કારણ પૃથ્વીની અંદર પ્લેટોનુ અથડામણ છે. ધરતીની અંદરની સાત પ્લેટ સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટો ફરતી વખતે અથડાય છે ત્યારે આવી સ્થિતિમાં ભૂકંપના આંચકા અનુભવાય છે.
