વોશિંગ્ટન
મંદીના કારણે તેની અસર જુદા જુદા ક્ષેત્રો પર પડી રહી છે. છેલ્લા કેટલાક સમયમાં દુનિયાની ઘણી મોટી અને નાની કંપનીઓએ કર્મચારીઓની છટણી કરી છે.તે જ સમયે, મેટા, ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની તેના વિવિધ પ્લેટફોર્મ પર ૧૦,૦૦૦ વધુ કર્મચારીઓની છટણી કરશે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં આ દાવો કરવામાં આવ્યો છે. અગાઉ મેટાએ નવેમ્બર ૨૦૨૨માં પણ ૧૧ હજાર કર્મચારીઓની છટણી કરી હતી.આ છટણી પછી, મેટામાં કર્મચારીઓની સંખ્યા ૨૦૨૧ ના ??મધ્યભાગ જેટલી થઈ જશે. કોરોના સમયગાળા દરમિયાન, કંપનીએ ૨૦૨૦ થી જબરદસ્ત હાયરિંગ કર્યું હતું. કંપનીએ પ્રોફેશનલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ન્ૈહાીઙ્ઘૈંહ દ્વારા આ છટણી વિશે માહિતી આપી છે. એડ સેલ્સ ટીમ, માર્કેટિંગ અને પાર્ટનરશિપ ટીમના કર્મચારીઓને આ છટણીમાં અસર થશે. માર્ચની શરૂઆતમાં, કંપનીએ કહ્યું હતું કે, તે તેની એમ્પ્લોયર ટીમનું કદ ઘટાડશે અને એપ્રિલના અંતમાં તેના ટેક્નોલોજી જૂથમાં વધુ લોકોને છૂટા કરશે. તે પછી, મેના અંતમાં, વેપારી જૂથના લોકોને બરતરફ કરવામાં આવશે.મેટાના ચીફ એક્ઝિક્યુટિવ માર્ક ઝકરબર્ગે કહ્યું, “તે મુશ્કેલ હશે પરંતુ બીજાે કોઈ રસ્તો નથી. તેનો અર્થ એ પણ છે કે, પ્રતિભાશાળી અને જુસ્સાદાર સાથીદારોને અલવિદા કહેવું કે જેઓ અમારી સફળતાનો હિસ્સો છે.”