International

મ્યાનમારની સેનાએ ભારત સાથેની સરહદ પર એક મોટા વિદ્રોહી કેમ્પ પર કરી એર-સ્ટ્રાઈક

ઇમ્ફાલ
મ્યાનમારની સેનાએ ભારત સાથેની સરહદ પર એક મોટા વિદ્રોહી કેમ્પ પર એર સ્ટ્રાઈક કરતા મિઝોરમના ચંફઈ જિલ્લાના વિસ્તારોમાં ભય અને ગભરાટ ફેલાયો છે.રિપોર્ટ્‌સ મુજબ બોમ્બનો એક શેલ ભારતમાં પડ્યો હતો, જાે કે કોઈ જાનહાનિ થઈ નથી. ચંફઈ જિલ્લાના એક અધિકારીએ જણાવ્યા કે, સરહદ નજીક નદી કિનારે એક ટ્રકને નુકસાન થયું છે. મ્યાનમારમાં લગભગ બે વર્ષ જૂના તખ્તાપલટથી આ પ્રદેશમાં અસ્થિરતા સર્જાઈ છે. મ્યાનમારના અન્ય ભાગોમાં પણ હવાઈ હુમલાને કારણે બાંગ્લાદેશ અને થાઈલેન્ડ સાથે તણાવ વધ્યો છે. મ્યાનમારની સેનાએ ચિન રાજ્યના કેમ્પ વિક્ટોરિયા પર હવાઈ હુમલાઓ શરૂ કર્યો અને તે રાત સુધી ચાલુ રહ્યા હતા. ચિન હ્યુમન રાઇટ્‌સ ઓર્ગેનાઇઝેશને જણાવ્યું હતું કે, હુમલામાં તેના પાંચ કેડર માર્યા ગયા છે, જેમાં બે મહિલાઓ હતી. કેમ્પ વિક્ટોરિયા એ ચિન નેશનલ આર્મીનું મુખ્ય મથક છે, જે ચિન રાજ્યનું એક જાતીય સંગઠન છે. ૧ ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજ મ્યાનમારમાં લશ્કરી બળવાથી, તેણે જુંટા સામેની લડાઈમાં લોકશાહીના સમર્થીત લોકોએ મિલિશિયા સાથે હાથ મિલાવ્યો છે. કેમ્પ વિક્ટોરિયાથી ૨થી ૫ કિમીના વિસ્તારમાં આવેલા મિઝોરમના ફરકોન ગામના રહેવાસીઓ તોપમારાનો અવાજ સાંભળીને ગભરાઈ ગયા હતા. જાે કે, ભારત તરફથી કોઈ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી. જાે કે, ભારતીય રક્ષા સંસ્થાનના સૂત્રોએ આ સમાચાર પર કહ્યું છે કે, ભારતીય વિસ્તારમાં કોઈ અભિયાન કે કાર્યવાહી થઈ નથી. જાે મીડિયા અહેવાલમાં એવું કહેવામાં આવ્યું કે, ભારતના મિઝોરમ રાજ્યમાં આવેલા ફરકાવાન ગામના બે સ્થાનિક રહેવાસીઓએ કહ્યું છે કે સરહદ નજીક ભારતમાં બે બોમ્બ પડ્યા હતા, પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી. મહત્વનું છે કે, ૧ ફેબ્રુઆરી, ૨૦૨૧ ના રોજ, મ્યાનમારની સેનાએ બળવો કરીને સત્તા કબજે કરી અને નોબેલ પુરસ્કાર વિજેતા આંગ સાન સુ કી અને તેમની પાર્ટી નેશનલ લીગ ફોર ડેમોક્રેસીના અન્ય નેતાઓની ધરપકડ કરી હતી, જે પછી દેશમાં કટોકટી જાહેર કરી હતી. દેશમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે, જેમાં લોકશાહી પુનઃસ્થાપિત કરવાની માંગ કરવામાં આવી રહી છે. મ્યાનમાર ભારતના વ્યૂહાત્મક પડોશીઓમાંથી એક છે. બંને દેશો વચ્ચે ૧,૬૪૦ કિલોમીટર લાંબી બોર્ડર છે.

File-02-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *