લંડન
આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ શરૂ થવામાં હવે ગણતરીના દિવસ બાકી રહ્યાં છે. ૭ જૂનથી ઓવલના મેદાન પર ટીમ ઈન્ડિયાની સામે ઓસ્ટ્રેલિયાનો (ૈંદ્ગડ્ઢ દૃજ છેંજી) પડકાર હશે. આ ફાઈનલમાં પ્લેઇંગ ઇલેવનને લઈને ટીમ ઈન્ડિયાની સામે મોટો સવાલ છે. ટીમનો બેટિંગ અને બોલિંગ ક્રમ તો સેટ છે. પરંતુ પ્લેઇંગ ઇલેવનમાં વિકેટકીપરને લઈને હજુ સવાલ છે. રોહિત શર્માની ટીમની પાસે ઈશાન કિશન (ૈંજરટ્ઠહ દ્ભૈજરટ્ઠહ) અને કેએસ ભરત (દ્ભજી મ્રટ્ઠટ્ઠિં)ના રૂપમાં બે વિકલ્પ છે. કેએસ ભરત આઈપીએલ ૨૦૨૩માં ગુજરાત ટાઈટન્સનો સભ્ય હતો. તેને એકપણ મેચ રમવાની તક મળી નહીં. માત્ર એક મુકાબલામાં સાહા ઈજાગ્રસ્ત થતાં તે સબ્સીટ્યૂટના રૂપમાં કીપિંગ કરવા ઉતર્યો હતો. પરંતુ તેણે ટૂર્નામેન્ટમાં બેટિંગ કરી નથી. ભરતે ઓસ્ટ્રેલિયા સામે આ વર્ષે ટેસ્ટ મેચમાં પર્દાપણ કર્યું હતું. ત્યાં તે પોતાની બેટિંગથી પ્રભાવિત કરી શક્યો નહીં પરંતુ તેની કીપિંગ જાેરદાર રહી હતી. ટીમ ઈન્ડિયાની પાસે વિકેટકીપરના રૂપમાં બીજાે વિકલ્પ ઈશાન કિશનનો છે. કેએલ રાહુલ ઈજાગ્રસ્ત થતાં કિશનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. ઈશાન કિશને હજુ સુધી ટેસ્ટ ક્રિકેટમાં પર્દાપણ કર્યું નથી. તે ઓસ્ટ્રેલિયા સામે વનડે સિરીઝમાં ટીમનો સભ્ય હતો. પરંતુ આઈપીએલ દરમિયાન ઈશાન કિશને મુંબઈ તરફથી દરેક મેચ રમી હતી. ૧૫ મેચમાં તેણે ૩૦.૨૭ની એવરેજ અને ૧૪૨.૭૬ની સ્ટ્રાઇક રેટથી ૪૫૪ રન બનાવ્યા હતા. ઋષભ પંતના ઈજાગ્રસ્ત થયા બાદ ટેસ્ટની પ્લેઇંગ ઇલેવનમાં વિકેટકીપરનું સ્થાન ખાલી થયું હતું. મેચ પ્રેક્ટિસ જાેવામાં આવે તો ઈશાન કિશનની જગ્યા ટીમમાં બને છે. સાથે તે ડાબા હાથનો બેટર છે. ટીમના ટોપ ઓર્ડરમાં લેફ્ટી બેટર કોઈ નથી. આ વાત પણ ઈશાન કિશનના પક્ષમાં જાય છે. તે આક્રમક બેટિંગ કરી શકે છે. પરંતુ જાે ટીમ મેનેજમેન્ટ માત્ર વિકેટકીપિંગને પ્રાથમિકતા આપે છે તો ભરતની પસંદગી નક્કી છે.


