International

સ્ટોકહોમમાં એક દક્ષિણપંથીએ દૂતાવાસ પર કુરાન સળગાવ્યું, ત્યાર પછી મુસ્લિમ સમુદાયના લોકો કરી રહ્યા છે પ્રદર્શન

સ્ટોકહોમ
સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં એક દક્ષિણપંથી(જમણેરી) એક્ટિવિસ્ટે તુર્કિયેના દૂતાવાસ પર કુરાન સળગાવ્યું હતું. ત્યાર પછી ત્યાંના મુસ્લિમ સમુદાયના લોકો પ્રદર્શન કરી રહ્યા છે. કુરાન સળગાવનાર વ્યક્તિ રાસ્મસ પાલુદાન લાંબા સમયથી સ્વીડનમાં તેના ઈસ્લામિક વિરોધી નિવેદનો અને પ્રવૃતિઓ માટે જાણીતો છે. જાે કે, આ મામલો મોટો બન્યો કારણ કે આ વખતે પાલુદાને આ કામ પોલીસની પરવાનગી લીધા બાદ કર્યું હતું. આ માટે તેને પોલીસ સુરક્ષા પણ આપવામાં આવી હતી. મામલો એટલો ગંભીર બની ગયો છે કે કુરાન સળગાવવાની ઘટના બાદ તુર્કિયેના રક્ષા મંત્રીએ પોતાની સ્વીડનની મુલાકાત પણ રદ્દ કરી દીધી છે. નાટો સભ્ય બનવા માટે સ્વીડન માટે આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ હતી. અલજઝીરાના અહેવાલ મુજબ, રાસ્મસ પાલુદાને ગયા વર્ષે એપ્રિલમાં રમઝાન દરમિયાન જાહેરાત કરી હતી કે તે કુરાન સળગાવવા માટે પ્રવાસ કરશે. જે બાદ શનિવારે એટલે કે ૨૧ જાન્યુઆરીએ પાલુદને તુર્કીયે દૂતાવાસની બહાર કુરાનની કોપી લાઈટર વડે સળગાવી હતી. આ દરમિયાન તેણે ઈસ્લામને લઈને ઘણા વિવાદાસ્પદ નિવેદનો પણ આપ્યા હતા. કુરાન સળગાવવાના સમયે રાસ્મસના સમર્થનમાં લગભગ ૧૦૦ લોકો ત્યાં હાજર હતા. પાલુદાને કહ્યું કે જાે તમને લાગતું હોય કે અભિવ્યક્તિની આઝાદી ન હોવી જાેઈએ તો તમારે સ્વીડનમાં ન રહેવું જાેઈએ પરંતુ બીજે ક્યાંક જવું જાેઈએ. કુરાન સળગાવવાની ઘટના બાદ તુર્કિયેના વિદેશ મંત્રી મેલ્વુતે કહ્યું કે સ્વીડન રાસમસને કુરાન બાળવાથી રોકવામાં નિષ્ફળ રહ્યું. આ એક જાતિવાદી કૃત્ય છે, તેને અભિવ્યક્તિની સ્વતંત્રતા સાથે કોઈ લેવાદેવા નથી. જાે કે સ્વીડનના વિદેશ મંત્રીએ આ ઘટનાની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે સ્વીડનમાં અભિવ્યક્તિની સંપૂર્ણ સ્વતંત્રતા છે. જાે કે, આનો અર્થ એ નથી કે અમે આવી પ્રવૃત્તિઓને સમર્થન આપીએ છીએ. તુર્કિયે સિવાય ઘણા ઈસ્લામિક દેશોએ કુરાન સળગાવવા સામે વાંધો ઉઠાવ્યો છે. સાઉદી અરેબિયાના વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને સહિષ્ણુતા અને નફરતનો અંત લાવવાની હાકલ કરી છે. તે જ સમયે, તુર્કિયેની રાજધાની અંકારામાં, ઘણા લોકો સ્વીડિશ દૂતાવાસની સામે એકઠા થયા હતા અને સ્વીડિશ ધ્વજ સળગાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *