લંડન
દક્ષિણ લંડનની એક ખાનગી શાળામાં વર્ગખંડની છત તૂટી પડવાથી ૧૫ બાળકો અને તેમના શિક્ષકને ઈજા થતાં એક સ્કૂલ ટ્રસ્ટને ફ્ર૮૦,૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો છે. ૨૦૨૧ માં ડુલવિચમાં રોઝમીડ પ્રિપેરેટરી સ્કૂલની છત વિદ્યાર્થીઓ પર તૂટી પડી હતી. જેના કારણે બાળકો અને તેમના શિક્ષકના હાથ અને પગ પર ઈજા થઈ હતી અને તેઓને હોસ્પિટલમાં ઈલાજ માટે દાખલ કરવામાં આવ્યા હતા. થર્લો એજ્યુકેશનલ ટ્રસ્ટ, જે પ્રેપ સ્કૂલ ચલાવે છે, તેણે સ્વાસ્થ્ય અને સલામતીના નિયમોના ભંગ બદલ ગુનો કબૂલ્યો હતો. તેમને વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં ખર્ચ તરીકે ફ્ર૭,૧૧૬.૩૧ ચૂકવવાનો પણ આદેશ આપવામાં આવ્યો હતો. રોઝમીડ પ્રિપેરેટરી સ્કૂલ અને નર્સરી જે પ્રતિ સત્ર ફ્ર૫,૬૦૬ સુધી ચાર્જ કરે છે અને ૨.૫ થી ૧૧ વર્ષની વયના બાળકોને ભણાવે છે.
હેલ્થ એન્ડ સેફ્ટી એક્ઝિક્યુટિવ (ૐજીઈ) દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું કે, ડેસ્ક અને ખુરશીઓ જેવી વસ્તુઓ એવી જગ્યાએ સંગ્રહિત કરવામાં આવી રહી હતી જે લોડ વહન કરવા માટે બનાવવામાં આવી ન હતી અને નવેમ્બર ૨૦૨૧માં છત તૂટી પડી હતી. ૐજીઈ તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે ટ્રસ્ટ વસ્તુઓને સંગ્રહિત કરવા માટે ઉપયોગમાં લેવાતા વિસ્તારની કોઈપણ માળખાકીય અથવા લોડ-બેરિંગ ક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં નિષ્ફળ રહ્યું હતું અને તે વિસ્તાર સંગ્રહ માટે યોગ્ય છે કે કેમ તે મૂલ્યાંકન કરવામાં પણ નિષ્ફળ ગયો હતો. ૐજીઈ ઇન્સ્પેક્ટર સેમ્યુઅલ બ્રાઉને જણાવ્યું હતું કે, આ ઘટનાના પરિણામે સંખ્યાબંધ નાના બાળકો ઘાયલ થયા હતા, કારણ કે શાળા તેમના વર્ગખંડની ઉપર ખુરશીઓ અને ટેબલ સુરક્ષિત રીતે મૂકવામાં આવે તે સુનિશ્ચિત કરવામાં નિષ્ફળ રહી હતી. શાળા એવી જગ્યા હોવી જાેઈએ જ્યાં બાળકો તેમની સુરક્ષાની ચિંતા કર્યા વિના શિક્ષકો પાસેથી શીખી શકે. સદભાગ્યે, આ ઘટનાથી કોઈ વધુ ગંભીર ઈજાઓ થઈ નથી, પરંતુ આવી ઘટનાની માનસિક અને ભાવનાત્મક અસર જરૂરથી થાય છે.