સિડની
જર્મનીના તાનાશાહ એડોલ્ફ હિટલરના ઘરને પોલીસ સ્ટેશન બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. ઓસ્ટ્રિયાના ગૃહ મંત્રાલયે આ અંગે માહિતી આપી છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે હિટલર પોતે ઇચ્છતો હતો કે તેનું ઘર સરકારી બિલ્ડિંગમાં ફેરવાય. હાલમાં જ એક ડોક્યુમેન્ટ્રીમાં પણ આ દાવો કરવામાં આવ્યો છે. આ જ કારણ છે કે ઓસ્ટ્રિયા સરકારના આ ર્નિણયને લઈને વિવાદ ચાલી રહ્યો છે. વર્ષોની કાનૂની લડાઈ પછી, ઑસ્ટ્રિયાની સરકારે ર્નિણય લીધો છે કે હિટલરના ઘરને પોલીસ સ્ટેશનમાં ફેરવવામાં આવશે. આ પોલીસ સ્ટેશનમાં ‘માનવ અધિકાર પ્રશિક્ષણ કેન્દ્ર’ પણ બનાવવામાં આવશે. આ વર્ષે ૨ ઓક્ટોબરથી કામ શરૂ થશે. હિટલરનું ઘર ઓસ્ટ્રિયાના બ્રાનાઉ શહેરમાં આવેલું છે, જે જર્મનીને અડીને છે. હિટલરનો જન્મ અહીં ૧૮૮૯માં થયો હતો. બ્રુનાઉ શહેર જર્મનીને અડીને આવેલું છે. અહીં એક નદી ઓસ્ટ્રિયા અને જર્મનીની સરહદને વિભાજિત કરે છે. હાલના સમયમાં બંને દેશોમાં નીઓ-નાઝીઓની સંખ્યા વધી છે. તેમના માટે બ્રુનાઉમાં હિટલરનું ઘર યાત્રાધામ જેવું બની ગયું છે. જેના કારણે સરકાર તેને પોલીસ સ્ટેશન બનાવી રહી છે. વર્ષ ૨૦૧૬માં જ ઓસ્ટ્રિયાની સરકારે હિટલરના ઘરના માલિક પાસેથી ઈમારતનો કબજાે લઈ લીધો હતો. ઓસ્ટ્રિયાના ડાયરેક્ટર ગુંટર શ્વેઇગરે કહ્યું છે કે જે રીતે ગૃહ મંત્રાલયે હિટલરના ઘરને પોલીસ સ્ટેશનમાં ફેરવવાનો ર્નિણય લીધો છે, તે તાનાશાહની ઈચ્છા પ્રમાણે જ છે. ગુંટર શ્વેઇગરે, ૧૦ મે, ૧૯૩૯ ના રોજ પ્રકાશિત સ્થાનિક અખબારને ટાંકીને જણાવ્યું હતું કે હિટલર હંમેશા ઈચ્છતો હતો કે તેના પૈતૃક ઘરને સરકારી કચેરીમાં ફેરવવામાં આવે.

