કેનેડા
કેનેડામાં હ્યુમન્સ ફોર હાર્મનીએ ૧૫ ઓગસ્ટના રોજ કેનેડાના બ્રેમ્પટનમાં ભારતીય તિરંગો ફરકાવ્યો અને ૭૭માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી. સિટી હોલ બ્રેમ્પટન ખાતે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને બ્રેમ્પટનમાં સિટી હોલની બહાર ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે સ્થાનિક ગુજરાતી સમાજના અગ્રણી પથિક શુક્લ, ડોન પટેલ, વિનાયક પટેલ, અશોક પટેલ, પ્રશાંત અમીન વગેરે લોકો હાજર રહ્યા હતા. આ ધ્વજ વંદન કાર્યક્રમમાં ભારતીય કોન્સ્યુલેટ જનરલે પણ હાજરી આપી હતી. મહાનુભાવોના વક્તવ્યો સાથે ગરબા અને ભાન્દ્ર પ્રદર્શન પણ આ કાર્યક્રમનું આકર્ષણ બન્યું હતું. બ્રામ્પટનના મેયર સિદ્ધાર્થ નાથ, પેટ્રિક બ્રાઉન અને બ્રામ્પટન સિટી કાઉન્સિલના સભ્યો અને પ્રોવિઝનલ પાર્લામેન્ટના સભ્યો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ભારતીય સમુદાય તેમજ અન્ય દેશોના નાગરિકોએ ત્રિરંગો લહેરાવ્યો હતો. ભારતીય ડાયસ્પોરા સભ્યોએ પણ ઉજવણી દરમિયાન ભારતનું રાષ્ટ્રગીત અને દેશભક્તિ ‘વંદે માતરમ’ ગીત ગાતા જાેવા મળ્યા હતા.
